ભાવનગરના સોડવદરા ગામે પૂરના પાણીમાં 22 બકરાંને બચાવવા જતાં પિતા-પૂત્રના પણ તણાઈ ગયા
ભાવનગરઃ શહેર નજીક આવેલાં સોડવદરા ગામે નદીના પૂરમાં 22 બકરાઓ તણાયા હતા. બકરાઓને બચાવવા જતા પિતા -પુત્ર પણ પાણીમાં તણાઈ ગયા છે . ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીમાં ગરકાવ થઈ ગયેલા પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતા રામજીભાઈ પરમાર અને તેના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર ગુરૂવારે સાંજે ગામની સીમા બકરાં ચરાવવા ગયા હતા. બકરાં ચરાવીને પરત ફરતી વેળાએ નદી પાર કરવા જતાં 22 બકરા નદીના પૂરમાં તણાયા હતા. આ બકરાઓને બચાવવા જતાં પિતા- પુત્ર પણ પાણીમાં પડતા બંને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને પિતા-પુત્ર પુરના પાણીમાં લાપતા બન્યાં હતા. આ બનાવવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે દોડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 4 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જોઇએ તો વલ્લભીપુરમાં 6 મિમી, ઉમરાળામાં 00 મિમી, ભાવનગરમાં 45 મિમી, ઘોઘામાં 21 મિમી, સિહોરમાં 17 મિમી, ગારીયાધારમાં 15 મિમી, પાલીતાણામાં 18 મિમી, તળાજામાં 4 મિમી, મહુવામાં 6 મિમી તથા જેસરમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાળા એક જ તાલુકા વરસાદ નોધાયો ન હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરતેજ નજીક સોડાવદર ગામે ધોધમાર વરસાદને લીધે વોકળામાં બકરાં તણાયા હતા. આ બકરાઓને બચાવવા જતા પિતા-પુત્ર બંને મોતને ભેટ્યા હતા. આ સાથે 20થી વધુ બકરા મોતની ભેટ્યા હતા. (file photo)