Site icon Revoi.in

ઈન્ડોનેશિયાના ઈસ્લામિક સંગઠને ક્રિપ્ટો કરન્સીને લઈને બહાર પાડ્યો ફતવો

Social Share

દિલ્હીઃ ઈન્ડોનેશિયાના ઈસ્લામિક સંગઠને ક્રિપ્ટોકરન્સીને લઈને ફતવો બહાર પાડ્યો છે. ઇન્ડોનેશિયાની ઉલેમા કાઉન્સિલ  દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવો ઇસ્લામમાં હરામ છે. જો કે, સંગઠન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ હેઠળ ડિજિટલ સંપત્તિના વેપારને મંજૂરી આપી શકાય છે. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો ઈન્ડોનેશિયામાં વસવાટ કરે છે. દરમિયાન આ સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ક્રિપ્ટોને ચલણની જેમ ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, તેમાં રોકાણ અને ડિજિટલ ટોકન્સનો વેપાર કોમોડિટીમાં કરી શકાય છે.

સંબંધિત મંત્રાલય દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે કોમોડિટી ક્ષેત્રમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગનું મૂલ્ય હાલમાં 370 ટ્રિલિયન રૂપિયા છે. વર્ષ 2020 ના અંત સુધીમાં કુલ ટ્રેડિંગ 65 ટ્રિલિયન રૂપિયા સુધી હતું. વેપારીઓની સંખ્યા પણ 4 મિલિયનથી વધીને 6.5 મિલિયન થઈ છે.ઇસ્લામિક સંગઠનના ધાર્મિક ફરમાનના વડા અસરોન નિયામ સોલેહએ જણાવ્યું હતું કે શરિયા કાનૂન અનુસાર, ચુકવણી માટે ક્રિપ્ટોકરન્સી હરામ છે કારણ કે તે અસ્થિર અને નુકસાનકારક છે. તેનો ઉપયોગથી કાયદાનું ઉલ્લંઘન થાય છે. કોમોડિટી તરીકે ક્રિપ્ટોકરન્સીનો વેપાર પણ કાયદાની વિરુદ્ધ છે. ઇસ્લામિક સંસ્થા તેને જુગાર માને છે કારણ કે તેમાં ઇસ્લામના નિયમોનું પાલન કરતું નથી. જો કે, સંસ્થા દ્વારા હાલમાં ક્રિપ્ટોકરન્સીના વેપારની મંજૂરી આપે છે જેથી સંપત્તિની જાણ થાય અને નફાની માહિતી આપવામાં આવી હોય.