Site icon Revoi.in

ગુજરાતના તમામ તાલુકામાં FCI ગોડાઉન બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એફસીઆઈ ગોડાઉન બનાવવામાં આવશે. આ ઉપરાંત એક દેશ એક રાશનકાર્ડ થકી સોને અનાજનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક પુરવઠા પ્રધાન બ્રિજેશ મેરજા સાથે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારમાં સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવદ અને સુરત સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં દેશના અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. જો કે, સરકાર દ્વારા ગરીબોને નિયમિત અનાજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યના લોખો લોકોને રેશનકાર્ડ ઉપર સસ્તુ અનાજ આપવામાં આવે છે.