- દેશભરમાં વધતા કોરોનાના કેસો
- છેલ્લા 24 કલાકમાં ફરી 3 હજારને પાર નવા રેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે ઝડપથી કોરોનાન નવા નોંધાતા કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે,દેશભરમાં ફરી એક વખત કોરોનાએ ચિંતા વધારી છે.કોરોનાના કેસ હવે ફરી 3 હદારને પાર સતત બે દિવસથી નોંધાઈ રહ્યો છે કેટલાક મહિનાઓ બાદ ફરી કોરોનાનો આંક વધ્યો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 3 હજાર 95 નવા કેસ સામે આવ્યા છે આ છેલ્લા છ મહિનામાં નોંધાયેલા દૈનિક કેસોની મહત્તમ સંખ્યા છે. કોરોનાની ઝડપે છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે હવે સક્રિય કેસ વધીને 15હજાર 208 થઈ ગયા છે.
આ સહીત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 5 લોકોના મોત પણ થયા છે. જેમાં ગોવા-ગુજરાતમાં એક-એક અને કેરળમાં ત્રણ દર્દીના મોતનો સમાવેશ થાય છે. જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો 2.61 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો 1.91 ટકા નોંધાયો છે.
જો છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી સાજા થવાની વાત કરવામાં આવે તો 1 હજાર 390 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. આ સહીત સ્વસ્થ થવાનો દર 98.78 ટકા નોંધાયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. સાથે દિલ્હી સરકારે આજે મિટિંગ પણ બોલાવી છે જેમાં કોરોનાની સ્થિતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.