- દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર
- લોકોના મનમાં લોકડાઉનનો ડર
- પરપ્રાતિંય લોકો વતન કતરફ વળ્યા
- સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જામી
દિલ્હી – મંગળવારના રોજ દેશની રાધાની દિલ્હીમાં કોરોનાના 5 હજારથી પણ વધુ કેસો નોંધાયા હતા અને નાઇટ કર્ફ્યુ પણ લાગૂ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્થિતિ બાદ દરેક લોકોના મનમાં લોકડાઉનની દહેશત વર્તાઈ રહી છે, જેને લઈને પર પ્રાતિંયો દિલ્હી છોડવાની સંપૂર્મ તૈયારીમાં જોવા મળી રહ્યા છએ જેને કારણે તેઓ હવે પોતાના વતન તરફ વળવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકો નથી ઇચ્છતા કે આપણો દેશ કે રાજધાની દિલ્હીમાં ફરી એક વખત લોકડાઉન લાગૂ થાય, અને લોકો તેનો સામનો કરે, કારણ કે દરેકના મનમાં ડર છે કે વિતેલા વર્ષે જે સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તે હવે કરવો પડશે તો? આ જ કારણ છે કે આજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી,
કોરોનાની સ્થિતિ વચ્ચે રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ જામી હતી, અનેક લોકો પોતાના વતન તરફ જવાની તૈયારીઓમાં છે, લોકડાઉન લાગે તે પહેલા લોકો પોતાના વતન પરત ફરવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે,મંગળવારે દિલ્હીમાં એક લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં 5100 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. તે જ સમયે, 17 લોકોનાં મોત નીપજ્યાં. 2 હજાર 300 લોકો સ્વસ્થ પણ થયા છે. કોરોનાની શરુાત થયા બાદ આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તે જ સમયે, નવેમ્બર પછી પ્રથમ વખત, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પાંચ હજારથી વધુ નોંધાઈ છે.
સાહિન-