Site icon Revoi.in

સત્તા જવાના ડરે સીએમ ઠાકરનું વલણ નરમ પડ્યું : શિંદે જૂથને કરી ભાવુક અપીલ

Social Share

મુંબઈઃ સત્તા ઉપર સંકટ ઘેરાઈ રહ્યું છે તાજેતરમાં જ સીએમ ઠાકરેએ નારાજ ધારાસભ્યો પાસેથી મંત્રીમંડળ છીનવી લીધું હતું. તેમજ તેમની તરફ આકરુ વલણ અખ્યાર રહ્યું છે. એટલું જ નહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ શિંદે જૂથ સામે આકરા પ્રહાર કરવાની સાથે ગર્ભીત ધમકીઓ પણ આપી રહ્યાં છે. મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક આવે છે દરમિયાન હવે શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનું વલણ નરમ પડ્યું હોત તેમ લાગી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ આજે નારાજ શિંદે જૂથના ધારાસભ્યોને ભાવનાત્મક પત્ર લખીને તેમામને શિવસૈનિક દર્શાવ્યાં હતા. તેમજ સાથે બેસીને રસ્તો નીકળવાની આશા વ્યક્ત કરી હતી.

દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે ગુવાહાટીમાં હાજર ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. “તમે (બળવાખોર ધારાસભ્યો) થોડા દિવસોથી ગુવાહાટીમાં અટવાયેલા છો. તમારા વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં પણ છે. તમે હજી પણ દિલથી શિવસેનામાં છો. શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું, “તમારા કેટલાક ધારાસભ્યોના પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે અને તેમની લાગણીઓ મને જણાવી છે. શિવસેના પરિવારના વડા તરીકે હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. તમે મારી સામે બેસો, શિવસૈનિકો અને લોકોના મનની મૂંઝવણ દૂર કરો, તેમાંથી ચોક્કસ રસ્તો નીકળશે, આપણે સાથે બેસીને રસ્તો શોધીશું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોઈની વાતોમાં ફસાશો નહીં, શિવસેનાએ તમને જે સન્માન આપ્યું છે તે ક્યાંય જોવા મળતું નથી. આગળ આવીને બોલશો તો રસ્તો મોકળો થશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા છે.