Site icon Revoi.in

કોરોનાના નવા પ્રકાર JN1નો ભય, ચંદીગઢમાં માસ્ક ફરજિયાત

Social Share

નવી દિલ્હીઃ દેશ હજુ કોરોના મહામારી માંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો ન હતો ને હવે તેના નવા પ્રકાર JN.1 એ દસ્તક આપી છે. કોવિડ-19ના વધતા મામલાને લઈ ફરી એક વાર દેશના માથે ચિંતાની રેખા દેખાઈ રહી છે. કોરોનાનો નવો પ્રકાર JN.1ના કુલ 21 કેસ સામે આવ્યા છે, અને ધીરે ધીરે નવી વેરિએન્ટના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એટલા માટે અલગ- અલગ રાજેયોમાં અલગ- અલગ નિયમ બની રહ્યા છે.

કોરોનાના નવા પ્રકારને જોઈને ચંદીગઢ પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રશાસને ફરી એક વાર માસ્ક પહેરવાની સુચના આપી અને લોકોને ભીડભાડ વાળી જગ્યામાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમજ ભીડભાડ વાળી જગ્યામાં જવાનું ટાળવાની સુચના આપવામાં આપી છે.

કર્ણાટકમાં કોવિડ-19ના 20 નવા કેસ સામે આવ્યા છે અને આ રોગચાળાના કારણે જ્યારે 2 લોકોના મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિન જારી કરીને માહિતી આપી હતી કે, બેંગલોરમાં 16 ડિસેમ્બરે 44 વર્ષના એક દર્દીનું મોત થયું હતુ. જ્યારે 17 ડિસેમ્બરે 76 વર્ષના એક દર્દીનું મોત થયું હતુ. જેમાં એક દર્દીને બિમારીના લક્ષણ ન હતા, અને બીજા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્ધાજએ કહ્યું કે કોરોના વાયરસનો નવો પ્રકાર જેએન-1 ચેપીરોગ છે, પણ તેના લક્ષણો હળવા છે, અને રાષ્ટ્રીય રાજધાની સરકાર આનો સામનો કરવા પૂરી રીતે તૈયાર છે.

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સાબદા રહેવા સહિતના જરુરી સુચન કર્યાં હતા.