- કોરોનાને લઈને સ્વાસ્થ્યમંત્રા માંડવિયાએ યોજી ખાસ બેઠક
- નિષ્ણાંતો સાથે નવા વેરિએન્ટને લઈને કરી ચર્ચાઓ
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાના કેસો ઓછા થઈ ગયા છે,જ્યાં બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, નવા વેરિએન્ટને લઈને નિષ્ણાંતોએ ચિંતા જતાવી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજરોજ મંગળવારે નિષ્ણાંતો ,સાથે ખાસ બેઠક યોજી હતી.
નવા XE વેરિઅન્ટે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રકારને લઈને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. માહિતી અનુસાર, નવા પ્રકારોની ઓળખ અને સઘન દેખરેખને લઈને માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.
આ વેરિએન્ટને લઈને ચિંતા કરવાની જરુર નથી
ભારતના નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપના વડા ડૉ. એન.કે. અરોડાએ નવા વેરિએન્ટ વિશે મહત્વપૂર્ણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા નવા વેરિઅન્ટને પ્રમોટ કરી રહ્યું છે. આમાં XE અને XE શ્રેણીની અન્ય જાતોનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ નથી.ડો.અરોરાએ આ બબાતને લઈને વધુમાં કહ્યું કે આ વેરિએન્ટથી ગભરાવાની જરૂર નથી.
દેશમાં સંક્રમણના આંકડા પણ ઝડપથી વધી રહ્યા નથી.ઉલ્લેખનીય છે કે , દેશમાં XE સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. જો કે આ પહેલા પણ એક કેસ મુંબઈમાં જોવા મળ્યો છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. ડબ્લ્યુએચઓએ તેને BA.2 સ્ટ્રેઈન કરતાં 10 ટકા વધુ સંક્રમિત ગણાવ્યું છે. જ્યારે આ ચિંતા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીએ નિષ્ણાંતો સાથે મળીને બેઠક યોજી હતી