વિસનગરમાં હારના ડરે ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાનો વિરોધ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિનો બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભાજપમાં તો ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગતા ઊંઝાના ભાજપાના કાર્યકર્તાઓમાં વિરોધ ઊભો થયો છે. મહેસાણા જિલ્લો રાજકીયરીતે મહત્વનો ગણાય છે. અને ભાજપના ગઢ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટીકીટ માંગી છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીએ ઉમેદવારો પસંદ કરવા સેન્સ પ્રક્રિયા આરંભી છે. આ દરમિયાન મહેસાણાની રાજનીતિમાં આવ્યો નવો વળાંક સામે આવ્યો છે. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગી છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ આ વખતે મહતમ બેઠકો હાંસલ કરવા જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાય તે રીતે આયોજન કરી રહી છે. બે દિવસ રાજ્યના વિવિધ શહેરોમાં ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી,મત્યારબાદ ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે.
ભાજપની ઉમેદવારોની પસંદગી માટે તમામ જિલ્લામાં પ્રકિયા હાથ ધરવામાં આવતા નેતાઓથી લઈને ઘણા કાર્યકર્તાઓએ દોવેદારી નોંધાવી છે. જેમાં કેટલીક જગ્યાએ આંતરિક જૂથવાદ પણ જોવા મળી હતી. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગી છે. જેને લઈને વિવાદ વણસ્યો છે. ઋષિકેશ પટેલની દાવેદારીની ચર્ચાને પગલે ઊંઝા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીની ચર્ચાએ જોર પકડ્યુ છે.
મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે ભાજપ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ભાજપ કોર કમિટીના 15 સભ્યોની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલ સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાદ હવે દાવેદારોની યાદી તૈયાર થશે. જે બાદ દાવેદારોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલાશે અને તમામ દાવેદારોના બાયોટેડા મોકલાશે. મહત્વનું છે કે, 7 બેઠક માટે 210 થી વધારે દાવેદારોના છે.