આતંકવાદીઓના ત્રાસથી કંટેળીને હવે ચીનના નાગિરકો પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી રહ્યાં છે ?
નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન આઈએણએફ પાસેથી લોનની આશા રાખી રહ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો પાસે પાકિસ્તાને મદદ માટે હાથ લંબાવ્યો હતો પરંતુ પાકિસ્તાનને મદદ કરવાનો ઈન્કાર કર્યો છે. હવે શરીફ સરકારને પાકિસ્તાનના સૌથી નજીકના સાથી ચીન તરફથી પણ મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં, અહીં ચીનના નાગરિકો દ્વારા ચલાવવામાં આવતા ઘણા વ્યવસાયો સુરક્ષા કારણોસર વારંવાર બંધ થઈ રહ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં સંકટ આવી શકે છે.
એક અહેવાલ મુજબ, પાકિસ્તાનની કરાચી પોલીસ આતંકવાદી હુમલાઓથી બચવા માટે મજબૂરીમાં વારંવાર અસ્થાયી ધોરણે ચીની નાગરિકોના વ્યવસાયને બંધ કરી રહી છે. આમ કરીને પાકિસ્તાનની પોલીસ આતંકવાદી હુમલાને કારણે બગડેલા સંબંધોને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે, જો કે તેની બીજી અસર ચીનના વેપારીઓ અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર પડવા લાગી છે.
ગયા મહિને જ ચીને ઈસ્લામાબાદમાં પોતાના દૂતાવાસમાં કોન્સ્યુલર વિભાગ બંધ કરી દીધો હતો. આ સાથે ચીને પાકિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિને લઈને પોતાના નાગરિકોને ચેતવણી પણ આપી હતી અને દરેક પરિસ્થિતિ માટે સતર્ક રહેવા કહ્યું હતું. અહેવાલો અનુસાર, ચીને તેના નાગરિકોની સુરક્ષાને લઈને ઘણી વખત પાકિસ્તાનને ચેતવણીઓ પણ આપી છે, પરંતુ તેની અસર એ થઈ છે કે શરીફ સરકારે હવે સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે અણગમતું વલણ અપનાવવાનું શરૂ કર્યું છે અને ચીની નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. નાના ચેતવણીઓને પગલે ચીની નાગરિકો હાલ ધંધા બંધ કરી રહ્યાં છે.
પાકિસ્તાનના આ કૃત્ય માટે શું કહેવામાં આવી રહ્યું છે કારણ?
- કેટલાક અહેવાલોમાં, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ચીની નાગરિકોના વ્યવસાયને વારંવાર બંધ કરીને, પાકિસ્તાન સરકાર બેઇજિંગ પર તેના મોટા દેવા માફ કરવા અથવા તેમને ચૂકવવાની સમયમર્યાદા વધારવા માટે દબાણ કરવા માંગે છે. આ માટે શરીફ સરકાર ચીનના વેપારને પ્રભાવિત કરવામાં ખચકાતી નથી.
- પહેલાથી જ પાકિસ્તાનમાં કેટલાંક આતંકવાદી સંગઠનોએ ચીની નાગરિકો અને ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ને નિશાન બનાવ્યા છે. તેમના પ્રયાસો હજુ પણ ચાલુ છે.
- બીજી તરફ પાકિસ્તાનના ઘણા નાગરિકોને શંકા છે કે ચીન તેમના દેશમાં આર્થિક ગતિવિધિઓ વધારીને તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે, ડ્રેગન તેના મહત્વપૂર્ણ સંસાધનો અને આર્થિક રોકાણોને પણ પડાવી લેવાનું કાવતરું ઘડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની સરકાર અને પ્રશાસન માટે લોકોમાં વધી રહેલી ચીન વિરોધી ભાવનાઓને રોકવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. પરિણામે, પોલીસ નાના ચેતવણીઓ પર પણ ચીની નાગરિકો અને તેની સંસ્થાઓ પ્રત્યે ઉત્સાહથી કામ કરી રહી છે. જો કે, તે સારા કરતાં વધુ નુકસાન કરે છે.