Site icon Revoi.in

બદલતી ઋતુમાં બાળકોને ખવડાવો આ પાંચ વસ્તુઓ, બીમાર નહીં પડે

Social Share

ઋતુ બદલાય રહી છે અને તમારા બાળકોનું ખાસ ખ્યાલ રાખવુ છે એવામાં કેટલીક એવી વસ્તુ છે જે બાળકોને ખવડાવવાથી તે હેલ્દી રહેશે. આ વસ્તુઓ ખવડાવવા સાથે સાથે બાળકોને ખુબ પાણી પીવડાવો. તેમને સ્વચ્છ રાખો અને હાથ ધોવાની આદત પાડો. આમ કરવાથી તમે બાળકોને બદલાતી ઋતુમાં હેલ્દી અને ખુશ રાખી શકો છો.

દહીં: દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે. તે બાળકોના પેટને સ્વસ્થ રાખે છે. દરરોજ એક વાટકી દહીં ખાઓ.

હળદર વાળું દૂધ: હળદરમાં બીમારી સામે લડવાની તાકાત હોય છે. રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં થોડી હળદર મિલાવી પીવડાવો. બદલાતી ઋતુમાં આ ખુબ જ ફાયદાકારક હોય છે અને તમને બીમાર નહીં પડવા દે.

આદુ-મધઃ આદુ ખાંસીને દૂર કરે છે. તેમાં મધ મિક્સ કરો. તેનાથી બાળકોની શરદી અને ઉધરસ મટે છે. કારણ કે બદલાતા હવામાનમાં બાળકો વારંવાર ઉધરસ અને શરદીનો ભોગ બને છે.

મોસમી ફળોઃ આ સિઝનમાં જે ફળો મળે છે, તે બાળકોને ખવડાવવા જોઈએ. તેમાં વિટામિન હોય છે જે બીમારી સામે લડે છે.

સૂપ: શાકભાજીના સૂપ બનાવીને પીવડાવો. આ ગરમ-ગરમ સૂપ બાળકોને તાકાત આપશે અને બીમારીઓથી બચાવશે.