- સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવે છે
- આ બીમારી હોવાની સંભાવના
- જાણો તમને શું થાય છે? તે
જ્યારે પણ કોઈ વ્યક્તિને ચક્કર આવવા લાગે ત્યારે તે વ્યક્તિએ તમામ પ્રકારની કામગીરી મુકીને જે જગ્યા પર હોય તે જગ્યાએ બેસી જવું જોઈએ અથવા સુઈ જવું જોઈએ. ચક્કર આવે અને પડી જાવ અને વધારે વાગી જાય તેના કરતા જ્યાં જે જગ્યા પર હોય તે જગ્યાએ સુઈ જવુ જોઈએ અથવા બેસી જવું જોઈએ.. પણ જ્યારે સવારે ઉંઘ પુરી કરીને ઉભા થાવ ત્યારે અથવા જમીને ઉભા થાવ ત્યારે ચક્કર આવે તો શું કરવું જોઈએ અને આવું કેમ થાય છે તેની પણ જાણ હોવી જોઈએ.
જાણકારોના કહેવા પ્રમાણે અચાનક ઉભા રહીને ચક્કર આવવું એ પણ કોઈ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે, જેના વિશે સમયસર જાણવું ખૂબ જ જરૂરી છે. ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન એ લાંબા સમય સુધી બેઠા અથવા સૂવા પછી ઉભા રહેવા પર અચાનક ચક્કર આવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિનું બ્લડ પ્રેશર અચાનક જ નોંધપાત્ર રીતે ઘટી જાય છે, જેના કારણે વ્યક્તિને ચક્કર આવે છે અને તે બેભાન પણ થઈ જાય છે.
માથામાં થતી ઇજાઓ પણ ઘણીવાર મગજની સામાન્ય કામગીરીમાં ફેરફાર કરે છે, અચાનક ઊભા રહેવાથી ચક્કર આવવા અથવા માથું હલકું થવાનું જોખમ વધી જાય છે. ઇજાઓ ક્યારેક મગજની પેશીઓને નુકસાન પહોંચાડે છે અને ફૂલે છે, જે થોડા સમય માટે ચક્કર જેવી ગૂંચવણો તરફ દોરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની જાણકારી માત્ર લોકોને જાણ કરવા માટે છે, પણ જ્યારે પણ કોઈપણ સમસ્યા સર્જાય તો ડોક્ટર અથવા સલાહકારની સલાહ જરૂર લેવી.