વરિયાળી અને સાકર તમારા પેટની જલન કરે છે દૂર, જાણો કઈ રીતે કરવું તેનું સેવન
સાહિન મુલતાની-
- વરિયાળીનું શરબત ઝાકળમાં રાખીને પીવું ગુણકારી
- પેટનો કોઠો ઠંડો કરવાથી લઈને અનેક ફાયદાઓ થાય છે
વરિયાળીનો ગુણ ઠંડો હોય છે. વરિયાળી ખાવીથી એસીડિટીમાં રાહત થાય છે ,હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે અવનવા પીણા થકી આપણે ગરમીથી રાહત મેળવીએ છીએ, જેમાં વરિયાળીનું શરબત ખરેખર આપણા શરીરને ઠંડક પહોંચાડે છે તેની સાથે સાથે આ શરબત પીવાનો ચોક્કસ સમય સવારનો શ્રેષ્ઠ હોય છે.
સૌ પ્રથમ 500 ગ્રામ વરિયાળીને મિક્સરમાં ક્રશને એક ડબ્બામાં ભરીલો, એજ રીતે 500 ગ્રામ સાંકળને પણ વાટીને ભરીલો, હવે રોજ રાતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીનો પાવડર અને સાકર નાખીને બરાબર ચમચી વદે મિક્સ કરીલો, હવે આ વરિયાળીના શરુબત પર કોટનનું કપડું બાઁધી દો અને એવી જગ્યાએ તેને રાખો કે જ્યા વહેલી સવારની ઝાંકળ તેના પર પડે.
હવે બીજે દિવસે વહેલી સવારે ખાલી પેટે બ્રશ કર્યા વિના જ આ શરબતનું સેવન કરો, મહિનામાં 10 થી 12 વખત આ રીતે શરબત બનાવીને તેનું સેવન કરવાથી ચમત્કારીક ફાયદાઓ થાછે. ખાસ કરીને પેટનો કોઠો ઠંડો રહે છે, ગરમીમાં લૂ લાગતી નથી, આ સાથે જ પેટમાં બળતરા થવાની ફરીયાદ દૂર થાય છે.
આ જ રીતે તાત્કાલિક પણ તમે શરબત બનાવીને પી શકો છો, ખાસ કરીને જ્યારે બહારના તડકામાંથી ઘરમાં આવો છો ત્યારે આ શરબત બનાવીને પીવાથી તમારી એનર્જી જળવાઈ રહે છે અને ઠંકડ પણ થાય છે.એટલે ઉનાળામાં નેચરલ વરિયાળીનું શરબત પીવાનું રાખવું જોઈએ જેથી નુકશાન પણ નહી થાય અને અનેક ફાયદાઓ પણ થશે.
સાહિન-