ચહેરા માટે પણ ફાયદાકારક છે વરિયાળી, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે નિખાર
લોકો ચહેરા ઉપર નિખાર લાવવા માટે વિવિધ ક્રીમ સહિતની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે લાંબા ગાળે ચહેરા માટે નુકશાનકારક હોવાનું જાણકારો માની રહ્યાં છે. જ્યારે મોટાભાગની સ્ત્રીઓ-યુવતીઓ ઘરે જ ચહેરા ઉપર નિખાર લાવવા માટે ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે. તો તેમણે મુખવાસ તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વરિયાળીનો પણ ચહેરાની ચમક વધારવા માટે ઉપયોગ કરવો જોઈએ.
મોટા ભાગના લોકો વરિયાળીનો ઉપયોગ ખાવા માટે કરે છે. પણ વરિયાળી ચહેરા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમે તમારા ચહેરાના પિંપલ્સને દૂર કરી શકો છો. વરિયાળઈનો ઉપયોગ કરી તમે ચહેરાને સુંદર બનાવી શકો છો. વરિયાળી ખાવાની સાથે તે ચહેરા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ચહેરાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો. આ પાણીને ઠંડુ કરો અને દરરોજ તમારા ચહેરા પર લગાવો.
દહીં અથવા દૂધમાં બે ચમચી વરિયાળી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો, પછી ધોઈ લો. એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં થોડી વરિયાળી નાખો, પછી ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી સ્ટીમ લો. આ સિવાય તમે તમારા આહારમાં વરિયાળીનો પણ સમાવેશ કરી શકો છો. આને રોજ ખાવાથી આરામ મળશે. કેટલાક લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે. તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.