ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે વરિયાળીનો શરબત, સાથે બીજા ઘણા ફાયદા મળે છે.
ઉનાળામાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયેરિયા, ટાફોડ જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય હોય છે. પણ તેઓ શરીર પર ખૂબ જ ગંભીર અને લાંબા સમય સુધી અસર કરે છે. એટલે એક્સપર્ટ થોડીક સાવધાની રાખવા સલાહ આપે છે. જેમાં બહાર નીકળતા પહેલા શરીરને કવર કરવા, સનસ્ક્રીન લગાવવા, વધારે માત્રામાં પાણી પીવા અને શરીરને ઠંડુ રાખવા જેવી સલાહ આપે છે. પણ તમે શરીરને ઠંડુ રાખવા માટે ઠંડુ પાણી પીવો છો તો આ બિલકુલ ખોટુ છે. કેમ કે તાવ, શરદી અને ધરસ જેવી સમસ્યાઓ ગરમી અને શરદીને કારણે પરેશાન કરી શકે છે. શિકંજી, શરબત, સત્તુ, શેરડીનો રસ જેવા ઓપ્શન પસંદ કરી શકો છો. જે શરીરને ડબલ ફાયદો આપે છે.
વરિયાળીનો શરબત બનાવવાની રેસિપી
સામગ્રી
2 લીંબુ
½ કપ વરિયાળી
3 થી 4 ફુદિનાના પાન
સ્વાદ મુજબ ખાંડ
સ્વાજ મુજબ કાળું નમક
આ રીતે બનાવો વરિયાળીનો શરબત
વગિયાળીનો શરબત બનાવવા માટે સૌથી પહેલા વરિયાળીને ધોઈ લો. પછી તેને પાણીમાં 2 થી 3 કલાક પલાળેલી રાખો.
બે થી ત્રણ કલાક પછી તેને મિક્સરમાં પીસી લો. બાકીની વસ્તુને પણ ગ્રાઇન્ડ કરો. બારીક પાવડર બનાવી લો.
એક ગ્લાસમાં પાણી લો, તેમાં આ પેસ્ટ ઉમેરો. ઉપર લીંબુનો રસ ઉમેરો.
વરિયાળીનું શરબત, ઉનાળાનું હેલ્દી ડ્રિંક તૈયાર છે.
વરિયાળીના શરબતના ફાયદા
વરિયાળીમાં ઠંડકની અસર હોય છે, જેના લીધે તેને પીવાથી શરીર ઠંડુ રહે છે.
વરિયાળીમાં ઘણા પ્રકારના વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા શરીરના ઘણા કાર્યો માટે જરૂરી છે.
આને પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી પણ બચી શકાય છે.