તુલસીના બીજ કે જેને આપણે સિયા ચીડસ કે તકમારીયાના બીજ તરીકે ઓળખીએ છે જે આરોગ્યને ઘણા ફાયદાઓ કરે છે અનેક બીમારીઓમાં દવા કરતા અનેક સિડ્સ કે મસાલા ખૂબ કારગાર સાબિત થતા હોય છે ,જેમાંનું એક છે તકમરિયાં ના બીજ જે અનેક રીતે ફાયદા કારક છે , ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે દિવસભર તાજા રહી શકો છો. ચિયાના બીજ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે.
તકમરિયાં ના બીજ કેન્સર સામે લડવાની ક્ષમતા પણ છે. ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, ચરબી, એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજો જેવા કે આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે.
તકમરિયાં ના બીજનું સેવન કરવાથી તમે ઘણી સમસ્યાઓથી દૂર રહી શકો છો. તેમાં દ્રાવ્ય ડાયેટરી ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી ભૂખને રોકે છે. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને જરૂરી ઉર્જા પણ આપે છે.
તકમરિયાં ના બીજઓમેગા 3 ફેટી એસિડનો સૌથી મોટો સ્ત્રોત છે. તેથી તે હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિયાના બીજમાં દ્રાવ્ય ફાઇબર પિત્ત તેમજ એલડીએલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
તકમરિયાં ના બીજ માત્ર કોલેસ્ટ્રોલ જ નથી ઘટાડે છે, પરંતુ તે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ રીતે, તેઓ સમગ્ર હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તકમરિયાં ના બીજ ડાયેટરી ફાઇબર હોય છે, જે પાચનને ધીમું કરે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી અટકાવે છે. આ રીતે, ખોરાક ખાધા પછી, તેઓ બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે.