Site icon Revoi.in

ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરાઈ

Social Share

દ્વારકા: ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરવામાં આવી છે. ભારે પવન અને વાવાઝોડાના સંદર્ભે ૩ નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ ઓખા GMB એ સાવચેતીના ભાગરૂપે ફેરી બોટ સર્વિસ બંધ કરી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી વાતાવરણ અને ભારે પવનની આગાહી હોવાથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી હતી, પરંતુ ત્રણ દિવસ પહેલા વાતાવરણ ચોખ્ખું થતાં આ ફેરીબોટ શરૂ કરવામાં આવી હતી.

હવે આજે જ્યારે ભારે પવન અને વાવાઝોડાની સંભવિત આગાહી છે, ત્યારે ઓખા સહિત સૌરાષ્ટ્રના નવ બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે ત્યારે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાય છે.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ગુજરાતના તમામ સ્થળો પર જ્યાં વરસાદની વધારે અસર જોવા મળી છે ત્યા સુરક્ષા માટે રેસ્ક્યુ ટીમ અને સુરક્ષાબળોની ટીમને તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદની અસર વધારો જોવા મળી રહી છે અને અમદાવાદ તથા રાજકોટ જેવા શહેરોમાં વરસાદના કારણે અનેક સમસ્યાઓનો પણ લોકોને સામનો કરવો પડ્યો છે.