Site icon Revoi.in

ગુજરાતમાં શીતલહેરઃ બેટદ્વારકા ખાતે ફેરી બોટ સેવા બંધ કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ઉત્તરભારતમાં પહેલી હીમ વર્ષાને પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. આજે દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફુંકાયો હતો જોથી લોકોએ ઠંડી અનુભવી હતી. દરમિયાન ખરાબ હવામાન ને કારણે ઓખા બેટ દ્ધારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં ઠંડા પવન ફુંકાતા હોવાથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઠંડીને કારણે લોકો રાતના બહાર જવાનું ટાળી રહ્યાં છે. બીજી તરફ લોકો ફુલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે યોગ અને કસરત કરવાનું પસંદ કરી રહ્યાં છે.