Site icon Revoi.in

તહેવારોમાં મોંઘવારીનો માર – ઘઉં, ચોખા અને દાળ સહીતની વસ્તુઓના 5 ટકા સુધી ભાવ વધ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો તહેવાર આવી પરહ્યો ચે જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા ચે તો બીજી તરફ લોકો ખરીદી કરી રહ્યા છએ ત્યારે અનાજ કઠોળના ભાવમાં છેલ્લા 2 દિવસ સુધીમાં 5 ટકાનો વધારો નોંધાઈ ચૂક્યો છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રોંજીદા વપરાશમાં લેવાતી આવશ્યક ખાદ્યપદાર્થોના ભાવમાં વધ્ગ્રાયા છે ગ્હરાક બાબતોના મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે  ઘઉં, લોટ, ચોખા, દાળ તેમજ તેલ, બટેટા અને ડુંગળીના ભાવમાં પણ પાંચ ટકા સુધીનો વધારો થયો છે.

માહિતી અનુસાર, ચોખાની કિંમત 9 ઓક્ટોબરના રોજ 37.65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે  વિતેલા દિવસને મંગળવારે તે 38.06 રૂપિયા પર પહોંચી . ઘઉંનો ભાવ રૂ. 30.09 થી વધીને રૂ. 30.97 થયો હતો જ્યારે લોટનો ભાવ રૂ. 35 થી વધીને રૂ. 36.26 પ્રતિ કિલો થયો હતો.

જો શાકભાજીની વાત કરીએ તો હાલ ટામેટા અને વટાણાના ભાવ પણ આસમાને છે,  બટાકાની કિંમત રૂ. 26.36 પ્રતિ કિલોથી વધીને રૂ. 28.20, ડુંગળીનો ભાવ રૂ. 24.31 પ્રતિ કિલોથી વધીને રૂ. 30 સુધી પહોંચ્યો છે. ટામેટાના ભાવ 43.14 રૂપિયાથી વધીને કેટલીક જગ્યાએ તો 70 સુધી પહોંચી ચૂક્યા   છે.

બીજી તરફ દિવાળીમાં ફરસાણનું વેંચાણ વધે છે જેયારે તેલની માંદ વધે છે તો આવી સ્થિતિમાં તેલના ભાવ વધતા તેની સીધેસીધી એસર જનતાના બજેટ પર પડી છે.આ સાથે જ કઠોળ દાળના ભાવ પર વધારવામાં આવ્યા છે

માહિતી અનુસાર, ચણા દાળની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 71.21 થી વધીને રૂ. 74 પ્રતિ કિલો જ્યારે તુવેરની દાળની કિંમત રૂ. 110 થી વધીને રૂ. 112 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન અડદની દાળની કિંમત 106.53 રૂપિયાથી વધીને 108.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આમ દરેક વસ્તુઓના ભાવ વધતા તહેવારોની મજા ફકી પડે તો નવાઈ નહી હોય.