Site icon Revoi.in

નૈતિક સાહસ : જ્યારે ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉએ ઈન્દિરા ગાંધીને પુછયું, શું તમે બાઈબલ વાંચ્યું છે!

Social Share

મિલિટ્રી એકેડમીમાંથી પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતા જૈફવયના ફીલ્ડ માર્શલ સૈમ માનેક શૉએ એક વાત ભારપૂર્વક કહી હતી. તેમણે ભારતીય સેનાના નવા અધિકારીઓને નૈતિક હિંમતની વાત સમજાવી હતી. તેમણે કહ્યુ હતુ કે નૈતિક સાહસ શું છે? નૈતિક સાહસનો અર્થ છે, ખોટાથી સાચાને અલગ કરવું અને તેના પ્રમાણે પરિણામોની ચિંતા કર્યા વગર કામગીરી કરવી. હંમેશા હામાં હા મિલાવનારો એક ખતરનાક વ્યક્તિ હોય છે. તે એક ખતરનાક વ્યક્તિ હોય છે અને ખૂબ દૂર સુધી જઈ શકે છે. તે એક પ્રધાન બની શકે છે, એક સચિવ બની શકે છે અને એક ફીલ્ડ માર્શલ પણ, પરંતુ તે ક્યારેય એક માર્ગદર્શક બની શકતો નથી. તે ક્યારેય પણ સમ્માન મેળવી શકતો નથી. તેના ઉચ્ચાધિકારીઓ તેનો ઉપયોગ કરશે, તેના સહયોગીઓ તેને નાપસંદ કરશે અને તેના નીચેના તેને નફરત કરશે. તેથી એક યસમેનનો હંમેશા અસ્વીકાર કરો.

આ પ્રસંગે ફીલ્ડ માર્શલ માનેકશૉએ કહ્યુ હતુ કે હું તમને નૈતિક સાહસનું એક અંગત ઉદાહરણ આપવા ચાહું છું. એક ફીલ્ડમાર્શલ હોવા અને ક્યારેય પણ નોકરીમાંથી બરતરફ કરાવામાં ઘણું ઓછું અંતર છે. ફીલ્ડ માર્શલ માનેકશૉએ પાકિસ્તાન સામેના તાત્કાલિક યુદ્ધમાં ઉતરવાનો ઈન્કાર કરીને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સામે વાસ્તવિક પરિસ્થિતિ મૂકવાનું નૈતિક સાહસ દેખાડયું હતું- તેનો રસપ્રદ ઘટનાક્રમ નવા સૈન્ય અધિકારીઓને તેઓ જણાવી રહ્યા હતા.

આ એક રસપ્રદ ઘટનાક્રમ હતો અને તેનો ઉલ્લેખ મેજર જનરલ શુભી સૂદના પુસ્તક ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉ તથા સોલ્જર ટૉક- એન ઈન્ટરવ્યૂ વિથ ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉ, ક્વાર્ટરડેક-1996. ઈએસઈ દ્વારા પ્રકાશિત, નૌસેના મુખ્યાલય, નવી દિલ્હી- પૃષ્ઠ ક્રમાંક 10-11 પર છે.

1971માં જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં દમન શરૂ થયું, તો સેંકડો અને હજારોની સંખ્યામાં શરણાર્થીઓએ ભારતના બંગાળ, આસામ અને ત્રિપુરા રાજ્યોમાં ઘૂસવાનું શરૂ કર્યું હતું. એપ્રિલનો સમય હતો અથવા એપ્રિલ જેવો જ હતો. એક કેબિનેટ મીટિંગમાં મને બોલાવવામાં આવ્યો હતો. શ્રીમતી ગાંધી ખૂબ ગુસ્સામાં અને પરેશાન હતા, કારણ કે શરણાર્થી પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં આવી રહ્યા હતા.

જોવો આને, વધુમાં વધુ આવી રહ્યા છે- આસામના મુખ્યપ્રધાનનો તાર, એક વધુ તાર… થી, આ સંદર્ભે તમે શું કરી રહ્યા છો? તેમણે મને કહ્યુ.

મે કહ્યુ, કંઈ પણ નહીં, આમા હું શું કરી શકું છું?

તેમણે કહ્યુ, શું તમે કંઈ કરી શકો તેમ નથી? તમે કેમ કરતા નથી?

મે કહ્યુ, તમે મારી પાસેથી શું ઈચ્છી રહ્યો છો?

ઈન્દિરા ગાંધી, હું ચાહું છું કે તમે તમારી સેના અંદર લઈ જાવ.

માનેકશૉએ કહ્યુ આનો અર્થ છે- યુદ્ધ?

ઈન્દિરા ગાંધી બોલ્યા, મને ખબર નથી, જો આ યુદ્ધ છે, તો યુદ્ધ જ સહી.

સૈમ માનેકશૉ બેસી ગયા અને કહ્યુ, શું તમે બાઈબલ વાંચ્યું છે?

સરદાર સ્વર્ણ સિંહે કહ્યુ હતુ કે હવે આનો બાઈબલ સાથે શું સંબંધ?

સૈમ માનેકશૉએ કહ્યુ કે બાઈબલના પહેલા અધ્યાયના પહેલા અનુચ્છેદમાં ઈશ્વરે કહ્યુ છે – ત્યાં પ્રકાશ તાય તો ત્યાં પ્રકાશ થઈ ગયો, તમે પણ આવું અનુભવ્યું. ત્યાં યુદ્ધ થાય અને ત્યાં યુદ્ધ થઈ જાય. શું તમે તૈયાર છો?.. હું નિશ્ચિતપણે તૈયાર નથી.

ત્યારે માનેકશૉ બોલ્યા, હું તમને જણાવીશ કે શું થઈ રહ્યું છે? આ એપ્રિલ માસનો અંત છે. કેટલાક દિવસોમાં 15થી 20 દિવસમાં, પૂર્વ પાકિસ્તાનમાં ચોમાસું શરૂ થશે. જ્યારે વરસાદ થશે, ત્યારે ત્યાં નદીઓ સાગરમાં ફરેવાઈ જશે.

જો તમે એક કિનારા પર ઉભા હશો, તો બીજા કિનારાને જોઈ શકશો નહીં. આખરમાં હું સડકો સુધી જ મર્યાદીત થઈ જઈશ. વાયુસેના મને સહાયતા આપવામાં સક્ષમ નહીં હોય અને પાકિસ્તાની મને પરાસ્ત કરી દેશે- આ એક કારણ છે.

બીજું મારી ડિવિઝન બબીના વિસ્તારમાં છે, બીજી ડિવિઝન- યાદ આવી રહી નથી- સિકંદરાબાદ ક્ષેત્રમા છે. હાલ આપણે પાક લણી રહ્યા છીએ. મને દરેક વાહન, દરેક ટ્રક, તમામ સડકો, તમામ ટ્રેનો જોઈશે, જેથી જવાનોને રવાના કરી શકુ અને તમે પાકને લાવવા-લઈ જવામાં અક્ષમ થશો.

પછી સૈમ માનેકશૉ તત્કાલિન કૃષિ પ્રધાન ફખરુદ્દીન અલી અહમદ તરફ વળ્યા અને કહ્યુ જો ભારતમાં ભૂખમરો થયો, તો તે લોકો તમને દોષિત ઠેરવશે. હું તે સમયે દોષ સહન કરવા રહીશ નહીં. આ સિવાય તેમણે ઈન્દિરા ગાંધી તરફ જોતા કહ્યુ હતુ કે મારું ડિવિઝન મારી આક્રમક ફોર્સ છે. તમે જાણો છો, તેની પાસે માત્ર બા ટેન્ક છે, જે સક્રિય છે?

વાઈ. બી. ચવ્હાણે પુછયું, સૈમ, માત્ર બાર કેમ?

માનેકશૉએ કહ્યુ, સર, કારણ કે તમે નાણાં પ્રધાન છો. હું તમને કેટલાક મહીનાઓથી આગ્રહ કરી રહ્યો છું. તમે કહ્યુ, કે તમારી પાસે નાણાં નથી, તેના કારણે.

ત્યારે માનેકશૉએ કહ્યુ, પ્રધાનમંત્રીજી, 1962માં તમારા પિતાજીએ એક સેનાપ્રમુખ તરીકે જનરલ થાપરના સ્થાને મને કહ્યુ હોત, ચીનીઓને બહાર ફેંકી દો. હું તેમની તરફ જોઈને કહેત, આ તમામ સમસ્યાઓને જોવો. હવે હું તમને કહી રહ્યો છું, આ સમસ્યાઓ છે. જો તમે પણ ઈચ્છો છો કે હું આગળ વધું, તો પ્રધાનમંત્રીજી, હું દાવો કરું છું કે શત-પ્રતિશત હાર થશે. હવે તમે મને આદેશ આપી શકો છો.

ત્યારે જગજીવનરામે કહ્યુ, સૈમ માની જાવો.

માનેકશૉએ જવાબ આપ્યો કે મે મારો અભિપ્રાય આપ્યો છે. હવે સરકાર નિર્ણય લઈ શકે છે. પ્રધાનમંત્રીએ કંઈ કહ્યું નહીં. પણ તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ઈન્દિરા ગાંધી બોલ્યા કે સારું, કેબિનેટમાં ચાર વાગ્યે મળીએ. તમામ લોકો ચાલ્યા ગયા. સૌથી જૂનિયર હોવાને કારણે સૈમ માનેકશૉને સૌથી છેલ્લે જવાનું હતું. તેમણે થોડું સ્મિત કર્યું.

ઈન્દિરા ગાંધી બોલ્યા, સેનાધ્યક્ષજી બેસી જાવ.

માનેકશૉએ કહ્યુ, પ્રધાનમંત્રીજી, આના પહેલા કે આપ કંઈક કહો, શું તમે ચાહો છો કે માનસિક અથવા શારીરિક સ્વાસ્થ્યના આધારે હું મારા પદ પરથી રાજીનામું આપું?

ઈન્દિરા ગાંધીએ કહ્યું, બેસી જાવ સૈમ. તમે જે જણાવ્યું તે સાચું છે?

માનેકશૉ બોલ્યા, જોવો, યુદ્ધ મારો વ્યવસાય છે. મારું કામ લડાઈ કરીને જીતવાનું છે. શું તમે તૈયાર છો? નિશ્ચિતપણે હું તૈયાર નથી. શું તમે બધી આંતરરાષ્ટ્રીય તૈયારી કરી લીધી છે? મને આમ લાગતું નથી. હું જાણું છું, તમે શું ચાહો છો, પરંતુ આને હું મારા પ્રમાણે, મારા સમય પર કરીશ અને હું શત-પ્રતિશત સફળતાનું વચન આપું છું.

સૈમ માનેકશૉએ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને કહ્યુ, પરંતુ હું બધું સ્પષ્ટ કરવા માંગુ છું. ત્યાં એક કમાન્ડર હશે. મને વાંધો નથી, હું બીએસએફ, સીઆરપીએફ અથવા કોઈના પણ આધિન, જેવું તમે ઈચ્છશો, કામ કરી લઈશ. પરંતુ કોઈ રશિયન નહીં હોય, જે કહે કે મારે શું કરવાનું છે. મને એક રાજનેતા જોઈએ, જે મને નિર્દેશ આપે. હું શરણાર્થી મંત્રી, ગૃહમંત્રી, કે સંરક્ષણ મંત્રી તમામ પાસેથી નિર્દેશ ઈચ્છતો નથી. હવે તમે નિર્ણય કરો.

ઈન્દિરા ગાંધીએ કહ્યું, ઠીક છે સૈમ, કોઈ દખલગીરી નહીં કરે. તમે મુખ્ય કમાન્ડર હશો.

સૈમ માનેકશૉએ કહ્યુ, ધન્યવાદ, હું સફળતાનો દાવો કરું છું.

આ પ્રકારે ફીલ્ડ માર્શલના પદ અને બરતરફીની વચ્ચે એક પાતળી રેખા હતી. કંઈપણ થઈ શકતું હતું. પરંતુ દેશની સામેના યુદ્ધને જીતવા માટે પ્રધાનમંત્રી સમક્ષ વાસ્તવિક સ્થિતિ રજૂ કરીને ફીલ્ડ માર્શલ માનેકશૉએ નૈતિક સાહસ દેખાડયું અને આ નૈતિક સાહસને કારણે ભારતીય સેનાએ 1971માં સૌથી મોટી જીત મેળવી પાકિસ્તાનને કારમી હાર આપીને આત્મસમર્પણ કરાવ્યું હતું.