Site icon Revoi.in

અમેરિકી સેના અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ લડાઈ,સોમાનિયામાં 30 અલ-શબાબ લડૈયાઓ ઠાર

Social Share

દિલ્હીઃ-  અમેરિકા સેના  દ્વારા કરવામાં આવેલા હુમલામાં મધ્ય સોમાલી શહેર ગલકાડ નજીક લગભગ 30 ઇસ્લામી અલ-શબાબ લડવૈયાઓ માર્યા ગયા હતા. યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેના અને લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

જાણકારી અનુસાર આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 260 કિમી ઉત્તર-પૂર્વમાં ગલકાડ પાસે થયો હતો. યુએસ આફ્રિકા કમાન્ડે મૂલ્યાંકન કર્યું કે કોઈ નાગરિક ઘાયલ કે માર્યા ગયા નથી. યુએસ સેનાએ સોમાલિયા નેશનલ આર્મીના સમર્થનમાં સામૂહિક સ્વ-રક્ષણ હુમલો શરૂ કર્યો કારણ કે  આ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલું છે.

 મે મહિના 2022 માં, યુએસ પ્રમુખ જો બિડેને આતંકવાદી જૂથનો સામનો કરવા પ્રદેશમાં યુએસ સૈનિકોને ફરીથી ગોઠવવાની પેન્ટાગોનની વિનંતીને મંજૂરી આપી હતી. ત્યારથી અમેરિકી સૈનિકો સોમાલી સરકારને સમર્થન આપી રહ્યાં છે. બીજી તરફ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020 માં દેશમાંથી તમામ અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.

અમેરિકી સેનાએ શનિવારના રોજ આપેલા નિવેદનમાં કહ્યું છે કે“સમગ્ર પૂર્વ આફ્રિકામાં સ્થિરતા અને સુરક્ષા માટે સોમાલિયા કેન્દ્રિય છે. યુએસ આફ્રિકા કમાન્ડના દળો વિશ્વના સૌથી મોટા અને સૌથી ઘાતક અલ-કાયદા નેટવર્ક અલ-શબાબને હરાવવા માટે જરૂરી સાધનો આપવા માટે ભાગીદાર દળોને તાલીમ, સલાહ અને સુસજ્જ કરવાનું ચાલુ રાખશે,”