વલસાડઃ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા ભંગારના ગોડાઉનના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પ્રાથમિક તબક્કે આગ ઉપર કાબુ મેળવવાના ઘણા પ્રયાસો હાથ કર્યા હતા. પરંતુ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા વાપી GIDC ફાયર ફાઈટરની ટીમ અને ભંગાર ગોડાઉન સંચાલકને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વાપી GIDC ફાયર વિભાગની ટીમે તાત્કાલિક.ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાપી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ વાપી GIDCમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં સાંજે અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી. આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક ભંગારના ગોડાઉન ઉપર આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રાથમિક પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ બનાવની જાણ ભંગાર ગોડાઉન સંચાલક અને વાપી GIDC ફાયર ફાઈટરની ટીમને કરી હતી. વાપી GIDC ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો ભંગાર હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં વાપી GIDCની 2 ફાયર ફાઈટરની ટીમોએ એક કલાકથી વધુની જહેમત ઊઠાવવી પડી હતી. ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ વાપી GIDC પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દાડી આવ્યો હતો અને લોકોના ટોળાંને દુર કરાવીને જામ થયેલા ટ્રફિકને ક્લીયર કરાવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની દુર્ઘટનાને લઈને આજુબાજુના સ્થાનિક લોકો અને કામદારોમાં દોડધામ મચી હતી. ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને લઈને લઈને આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન ફાયર વિભાગની ટીમોએ લગાવ્યું હતું. બનાવવામાં કોઈ જાનહાની ન થતા ભંગાર ગોડાઉન સંચાલક અને ફાયર ફાઈટરની ટીમને રાહતનો શ્વાસ લીધો હતો.