તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 3 ડબ્બા બળીને ખાખ, યાત્રીઓનો આબાદ બચાવ
હૈદરાબાદઃ તાજેતરમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ ઘણી સામે આવી હતી ત્યારે હવે તેલંગણામાં ટ્રેનના ડબ્બામાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ અચાનક આગ લાગી હતી, આ ટ્રેન ઓછામાં ઓછી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી જેને કારણે આગ લાગી હોવાનું કહેવાી રહ્યું છે. આ આગના કારણે ત્રણ ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનની સ્પીડને કારણે ત્રણ ડબ્બાઓમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે ટ્રેનમાં સવાર યાત્રીઓએ બૂમાબૂમ કરી હતી આ ઘટના તેલંગાણાના નાલગોંડામાં સવારે 11 વાગ્યેને 30 મિનિટ આસપાસ બનવા પામી છે.
આ દુર્ઘટના તેલંગાણાના યાદદરી જિલ્લાના પડિગીપલ્લી અને બોમાઈપલ્લી વિસ્તારની નજીક બની હોવાનું જણાવાઈ રહ્આયું છે. આ આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ટ્રેનના સ્લીપર કોચ S4, S5, S6માં આગ લાગી હતી. ટ્રેન હાવડાથી સિકંદરાબાદ તરફ આવી રહી હતી ત્યારે ફલકનુમા એક્સપ્રેસમાં આ ઘટના બની .
આ ઘટના બનતાની સાથે જ ટ્ડ્રારેનના ડ્ઈરાઈવરે પોતાવની સૂઝબૂઝથી રોકી હતી, ત્યારબાદ તમામ યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા.જેના કારણે કોઈને ઈજા થઈ નથી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ત્રણેય કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.