FIFAએ આપી મોટી રાહત,ભારતીય ફૂટબોલ સંઘે હટાવ્યો પ્રતિબંધ,અંડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે
- ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહેલું સંકટ સમાપ્ત
- ફીફાએ આપી મોટી રાહત
- ફૂટબોલ સંઘ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટ્યો
- ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડ કપ
મુંબઈ:ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહેલું સંકટ સમાપ્ત થઈ ગયું છે.વિશ્વ ફૂટબોલની સંચાલક સંસ્થા FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.આ સાથે, ભારતને ફરીથી અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની સોંપવામાં આવી છે.
AIFF એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફિફાએ આ નિર્ણય લીધો છે. FIFA અને એશિયન ફૂટબોલ ફેડરેશન AIFFમાં પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે અને AIFFને સમયસર ચૂંટણી યોજવામાં સમર્થન આપશે.
FIFA એ તેના નિવેદનમાં કહ્યું, “કાઉન્સિલે 25 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી AIFFનું સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લીધો છે. હવે 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારતમાં જૂની યોજના અનુસાર FIFA U-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે.AIFFની બાબતોનું સંચાલન કરવા માટે નિમણૂક કરાયેલ ત્રણ-સદસ્યની પ્રશાસકોની સમિતિની બરતરફી અને AIFF વહીવટીતંત્રે એસોસિએશનની રોજિંદી બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાની પુષ્ટિ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની કામગીરીનું સંચાલન કરતી ત્રણ સભ્યોની સમિતિ (COA) ના વિસર્જનનો આદેશ આપ્યો છે.તે જ સમયે, કોર્ટે આદેશ આપ્યો હતો કે,AIFFની રોજિંદી બાબતો કાર્યકારી જનરલ સેક્રેટરી સંભાળશે.આ સાથે, કોર્ટે AIFFની કાર્યકારી સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો હતો.
Delighted to share the Bureau of the FIFA Council decided today to lift the suspension of the AIFF with immediate effect.
The FIFA U-17 Women’s World Cup 2022 scheduled to take place on 11-30 October 2022 will be held in India as planned !
A victory for all football ⚽️ fans!
— Anurag Thakur (@ianuragthakur) August 26, 2022
આ કાર્યકારી સમિતિમાં 23 સભ્યો હશે, જેમાંથી છ ખેલાડીઓ (બે મહિલા ખેલાડીઓ) હશે. એટલું જ નહીં, કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને એક સપ્તાહ માટે સ્થગિત કરવાનો આદેશ પણ આપ્યો છે,જેથી કરીને મતદાર યાદીમાં ફેરફાર અને નામાંકનની પ્રક્રિયા શરૂ કરી શકાય.