Site icon Revoi.in

આજથી FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપનો આરંભ – ભારત સહિત 16 ટીમો મેદાનમાં ઉતરશે

Social Share

દિલ્હીઃ-  FIFA  ફિફા અંડર-17 મહિલા વિશ્વ કપનો આજથી  એટલે કે 11 ઓક્ટોબરે શરુ થઈ રહ્યો છે જેમાં ભારત યજમાન તરીકે આ 16 ટીમોની વૈશ્વિક ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયું છે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત મોરોક્કો અને તાન્ઝાનિયા ડેબ્યૂ ટીમોમાં સામેલ છે. ભારતીય ટીમ ગ્રુપ Aમાં છે, જ્યાં અમેરિકા અને મોરોક્કો ઉપરાંત બ્રાઝિલ છે.આ પ્રથમ વખત છે જ્યારે ભારત કોઈપણ વય સ્તરે મહિલા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે

ભારતીય ટીમમાં મોટાભાગની ખેલાડીઓ એવી છે કે જેમણે અંડર-18 મહિલા SAIF ચેમ્પિયનશિપ જીતી હતી. લિન્ડાકોમ સેર્ટો, જે ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો, તે આ વખતે પણ તેઓ જવાબદારી સંભાળશે. અનિતા અને નીતુ લિન્ડા વિંગર તરીકે જોવા મળશે. મિડફિલ્ડમાં શિલ્કી દેવી જવાબદારી સંભાળશે. અમેરિકાની ટીમ સતત ત્રીજી વખત અને સતત પાંચમી વખત ભાગ લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અમેરિકા સામે આજે લડત આપતી જોવા મળેશે.. ત્યારબાદ ટીમ અનુક્રમે 14 અને 17 ઓક્ટોબરે મોરોક્કો અને બ્રાઝિલ સામે ટક્કરાશે. ભારતની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ માં રમાશે.ઉલ્લેખનીય છે કે ભારત આ પહેલા ક્યારેય વર્લ્ડ કપ રમ્યું નથી.

ભારતીય ટીમ 11 ઓક્ટોબરે અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી 14 ઓક્ટોબરે તેની બીજી મેચ મોરોક્કો સામે અને 17 ઓક્ટોબરે ત્રીજી મેચ બ્રાઝિલ સામે થશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી છે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ નવી મુંબઈ અને ગોવામાં યોજાનાર છે.

આ સાથે જ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર ‘કિક ઓફ ધ ડ્રીમ’ અભિયાનને આગળ વધાર્યું. તેણે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ, ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા અને અભિનેતા અજય દેવગણને ટેગ કર્યા. રિજિજુએ ખેલ મંત્રીનો આભાર માન્યો હતો.ત્યારે હવે ક્રિકેટ રસીઆઓ માટે વુમેન ક્રિકેટ પણ મનોરંજનનો ભાગ બનશે.