1. Home
  2. ગુજરાતી
  3. FIFA World Cup: કેમરૂને બ્રાઝિલને હરાવીને રચ્યો ઈતિહાસ,સ્વિટ્ઝર્લેન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
FIFA World Cup: કેમરૂને બ્રાઝિલને હરાવીને રચ્યો ઈતિહાસ,સ્વિટ્ઝર્લેન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

FIFA World Cup: કેમરૂને બ્રાઝિલને હરાવીને રચ્યો ઈતિહાસ,સ્વિટ્ઝર્લેન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

0
Social Share

મુંબઈ:FIFA વર્લ્ડ કપ 2022માં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલને તેની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચમાં કેમરૂન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.કેમરૂનની જીતનો હીરો વિન્સેન્ટ અબુબકર હતો,જેણે સ્ટોપેજ ટાઈમની થોડી મિનિટો પહેલા મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.કેમેરૂન વર્લ્ડ કપના ઈતિહાસમાં બ્રાઝિલને હરાવનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બન્યું.જોકે આ જીત છતાં કેમરૂનની ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી શકી નથી.

બ્રાઝિલ પહેલેથી જ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે,એવામાં તેણે આ મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી, જે તેની હારનું મુખ્ય કારણ હતું.જો જોવામાં આવે તો બ્રાઝિલ 24 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાં એક મેચ હારી છે.આ પહેલા 1998ના વર્લ્ડ કપમાં તેને નોર્વે સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.બ્રાઝિલ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે.

જો જોવામાં આવે તો વર્તમાન વર્લ્ડ કપમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમને ઉલટફેરનો શિકાર બનવું પડ્યું હોય.બ્રાઝિલ પહેલા આર્જેન્ટિના, જર્મની, બેલ્જિયમ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ જેવી ટીમો આ વર્લ્ડ કપમાં ઉથલપાથલનો શિકાર બની છે.વર્લ્ડ નંબર-2 બેલ્જિયમ અને ચાર વખતની ચેમ્પિયન જર્મની ઊલટફેરના કારણે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code