- હરિયાણા સરકારનો ઘ કાશ્મીર ફાઈલ્સને લઈને મહત્વનો નિર્ણય
- રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરાઈ
ચંદિગઢઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાશ્મીરી પંડિતોની વ્યથા વ્યક્ત કરતી આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને 1990ના દાયકામાં ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જો કે હવે હરિયાણા સરકારે આ ફિલ્મને લઈને એક નવી જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 થી લઈને કાશ્મીરના ઈતિહાસની પણ ફિલ્મમાં વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વર્ષોથી કાશ્મીરી પંડિતોના નરસંહારને દબાવવામાં આવ્યો હતો.આ ફિલ્મ ભારતમાં બહુ ઓછી 700 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે, ત્યાર બાદ પણ આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મ અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની શાનદાર પ્રતિભા જોવા મળે છે.હરિયાણા સરકારે ફિલ્મને લઈને નવો આદેશ જારી કર્યો છે. આબકારી અને કરવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.