ફિલ્મ રિવ્યૂઃ- ‘શેરશાહ’ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની લવ લાઈફથી દેશ માટેના બલિદાન સફરની કહાનિ, દરેકની આંખો થશે નમ
- શેરશાહ જોઈને ‘હર દિલ માંંગેગા મોર’…
- શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની હ્દયસ્પર્શી કહાનિ
- ફિલ્મ જોઈને દરેકની આંખોમાં આવી જશે આસું
સ્ટાર કાસ્ટ-: આજ રોજ રિલીઝ થયેલી દેશભક્તિની સાચી કહાનિ દર્શાવતી ફિલ્મ શેરશાહમાં જો પહેલા સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શિવ પંડિત ,સાહિલ વેદ સહીતના કલાકારો જોવા મળ્યા છે.
ફિલ્મની વાર્તા -: શેર શાહ ફિલ્મની વાર્તા કારગિલ યુદ્ધના હીરો શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મમાં વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું છે. શેરશાહ માત્ર ભારતીય સેનામાં કેપ્ટન વિક્રમ બત્રાની સફર જ નહી પરંતુ તેમના અંગત જીવન પર પણ પ્રકાશ પાડે છે.
કિયારા અડવાણીએ ફિલ્મમાં વિક્રમ બત્રાની લવ લાઈફ ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવ્યું હતું. શેરશાહમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક કેવી રીતે નક્કી કરે છે કે તે ભારતીય સેનાનો ભાગ બનશે અને કેવી રીતે ભારતીય સેનામાં જોડાયા બાદ તે દરેકના દિલ જીતી લે છે અને દુશ્મનોને ભગાડે પણ છેઆ જાબાઝ હ્રો બત્રાની કહાનિ પર ફિલ્મ નિર્માવામાં આવી છે.
શેરશાહ તમને વિક્રમના જીવનની ક્ષણોમાં એક ડોકિ.યું કરાવે છે, જેના વિશે તમે ન તો વાંચ્યું હશે અને ન તો જોયું હશે. સેનામાં જોડાવાની યાત્રાથી લઈને કોલેજ લાઈફની મજા અને 24 વર્ષની ઉંમરે પ્રથમ આર્મી મિશન કમાન કરવાથી લઈને, કારગિલ યુદ્ધમાં 4875 પોઈન્ટ પર વિજય સુધી, ફિલ્મ તમને બધું જ જણાવશે.
આ ફિલ્મ લગભગ 2 કલાક 15 મિનિટ સુધી જોયા પછી પણ તમને લાગે છે કે ફિલ્મ થોડી વધુ લાંબી હોવી જોઈએ જેથી આપણે વિક્રમ બત્રા વિશે વધુ જાણી શકીએ અને જોઈ શકીએ. વિશુ વર્ધનનું નિર્દેશન ઉત્તમ જોવા મળી રહ્યું છે.
આ ચોક્કસ સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દીને નવો વળાંક આપશએ તે નવાીની વાત નહી હોય, સિદ્ધાર્થ શહીદ વિક્રમનું પાત્ર અદભૂત પ્લે કર્યું છે, વિક્રમ બત્રા જેવો જુસ્સો અને આકર્ષમ સિદ્ધાર્થમાં જોવા મળ્યું છે, તેની દરેક ફિલ્મો કરતા વિદ્ધાર્થે આ ફિલ્મમાં ખૂબ શાનદાર એક્ટિંગ કરી છે,આ ફિલ્મ જોતા વખતે એક વખત તો એવો આવશે જ કે તમારી આંખો નમ થશે, અને છેવટે આંખો ઓસું થી છલકાય જશે,ફિલમમાં લવ સ્ટોરી અને એક સારી મિત્રતાનું પણ વર્ણન છે જે તમને છેલ્લે સુઘી જકડી રાખશે.