Site icon Revoi.in

ઓસ્કાર એવોર્ડમાં ભારતનો ડંકો -હવે RRR ફિલ્મના સોંગ ‘નાટૂ નાટૂ’ એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો એવોર્ડ જીત્યો

Social Share

દિલ્હીઃ આજે સવારથી જ સો કોઈ ભારતીયોની નજર ઓસ્કાર એવોર્ડ  પર છે, ફિલ્મ આરઆરઆરને લઈને દર્શકોને ઘણી આશાઓ હતી જો કે આ આશાઓ સફળ રહી છે. ફિલ્મ આરઆરઆરના ખૂબ જ ફેમસ બનેલા સોંગ એ ઓસ્કારમાં ઈતિહાસ રચ્યો છે.

આ ફિલ્મના નાટૂ નાટૂ સોંગ એ ઓસ્કારની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. ફિ ‘નાટૂ નાટૂ’ એ  બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો એવોર્ડ જીત્યો છે અને ઓસ્કારમાં પોતાની સાચી સફળતા સાબિત કરી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્કાર 2023માં ભારતે ધૂમ મચાવી છે. એસએસ રાજામૌલીની ‘RRR’ બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કરીને કરોડોની કમાણી કરનારી ફિલ્મ બની હતી ઓસ્કારમાં આ ફિલ્મ નોમિનેટ થયા બાદ યુએસના 200થી વધુ થીયેટરમાં ફીરીથી પણ રિલીઝ કરી હતી ત્યારે આ ફિલ્મના સોંગએ ઓસ્કારમાં બાજી મારી છે. આ પહેલા 95મા ઓસ્કાર એવોર્ડમાં ભારતની ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’એ શોર્ટ ડોક્યુમેન્ટરી એવોર્ડ જીત્યો હતો.

નાટૂ નાટૂ સોંગની સ્પર્ધા ટેલ ઈટ લાઈક અ વુમન કે એપ્લોઝ, ટોપ ગન: મેવેરિક્સ કે હોલ્ડ માય હેન્ડ, બ્લેક પેન્થર: વાકાન્ડા ફોરએવર લિફ્ટ માય અપ અને એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ ધીસ ઈઝ એ લાઈફ સામે હતી જેમાં ભારતની ફિલ્મ આરઆરઆરના સોંગ નાટૂ નાટૂએ જીત મેળવી છે.