ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ પર બેન મામલે ફિલ્મ નિર્માતાએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા, 12 મે ના રોજ સુનાવણઈ
- ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ પર બેન મામલે ફિલ્મ નિર્માતાએ કોર્ટનો આશરો લીધો
- આ મામલે હવે 12 મે ના રોજ સુનાવણી
દિલ્હીઃ ફિલ્મ ઘ રેકળ સ્ટોરી જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે, લવજેહાદની વાત્રા દર્શાવતી આ ફિલ્મ યુવતીઓએ અવશઅય જોવા જેવી ફિલ્મ છે, જો કે આ ફિલ્મનો કેટલાક રાજ્યોએ વિરોધ પણ કર્યો છે તો કેટલાક રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ જાહેર કર્યો છએ ત્યારે હવે ફઇલ્મના નિર્માતાએ ફિલ્મ પર પ્રતિબંધને ખોટૂ ગણાવતા કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે થિયેટર માલિકોને સલામતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવો જોઈએ.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં પશ્ચિમ બંગાળ સિનેમા રેગ્યુલેશન એક્ટ 1954ની કલમ 6(1)ને પડકારવામાં આવ્યો છે, જે અંતર્ગત પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ એક્ટ ગેરબંધારણીય છે. અને બંધારણની વિરુદ્ધ છે.તે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે કારણ કે તે સરકારને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો મનસ્વી અધિકાર આપે છે.
સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ સામે ફિલ્મ નિર્માતાની અરજી પર 12 મેના રોજ સુનાવણી કરવાની સૂચના આપી છે , અરજદાર વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચ પાસે આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી.
આ બાબતે ચીફ જસ્ટિસે અગાઉ કહ્યું હતું કે કેરળ હાઈકોર્ટના આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાના ઈન્કારના આદેશ સામેની અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેની સુનાવણી 15 મેના રોજ થવાની છે. અમે તેની સાથે તમારી અરજી જોઈશું.જો કે પરંતુ હરીશ સાલ્વેએ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી.
સાલ્વેએ કહ્યું- અમે સતત આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છીએ.પશ્ચિમ બંગાળે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તો બીજી તરફ તમિલનાડુમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ફિલ્મને સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આવો પ્રતિબંધ લાદી શકે છે જેને લઈને જો વહેલી તકે સુનાવણી કરવામાં આવને તો તે વધપ હિતાવહ છે.