Site icon Revoi.in

હવે ઓવર ટાઈમ કામ કરનારા ફિલ્મ નિર્માતા પર થશે કાર્યવાહી – IFTDAએ નિર્માતાઓને નોટીસ પાઠવી

Social Share

મુંબઈ  – ફિલ્મ, ટેલિવિઝન અને વેબ સિરીઝના ડિરેક્ટરનીસંસ્થા, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન ઓ નિયત સમયમર્યાદાથી વધુ કામ ન કરવા બાબતે તેમના સભ્યોને  નોટિસ ફટકારી છે. સતત કામને કારણે થતી ઘટનાઓને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઇફ્ટડાએ ડિરેક્ટરોને પણ જણાવ્યું છે કે, આ બાબતે નિર્માતાઓ પર દબાણ લાવવા માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ એ પ્રયાસો શરૂ કરી દીધા છે.

એક વર્ષથી કોરોનાથઈ પ્રભાવિત હિન્દી મનોરંજન ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર પાછો ફરી રહ્યો છે. આવતા મહિનાથી હવે લગભગ તમામ શુક્રવાર એક પછી એક નવી ફિલ્મો રિલીઝ માટે રિઝર્વ થઈ રહી છે તેઓઆ આશા સાથે કે,જો આજે નહીં, તો આવતીકાલે મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોના થિયેટરો 100 ટાક ક્ષમતા સાથે ખુલશે. ટીવી શોઝ, વેબ સિરીઝ અને ફિલ્મ્સના ધમાકેદાર શૂટ્સ શરૂ થઈ ગયા છે અને નિર્માતાઓ દિવસ-રાત તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં લાગી ગયા છે. પરંતુ, હવે આ વધારાના કામથી સેટ પર કામ કરતા કર્મચારીઓને અસર થવા લાગી છે.

છેલ્લા દિવસોમાં ઓછામાં ઓછા બે અકસ્માતો થયા પછી, તે પ્રકાશમાં આવ્યું છે કે આ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવનારા કર્મચારીઓ નિર્ધારિત સમય કરતા વધુ કામ કરતા હતા. આ અકસ્માતોમાં બે લોકો 14-15 કલાક કામ કર્યા પછી ઘરે જતા હતા. પહેલી ઘટના સલમાન ખાનના શોમાં કામ કરતા કર્મચારી સાથે બની હતી. બીજા કિસ્સામાં, એક ટીવી શોના સેટ પર 12 કલાકથી વધુ સમય સુધી કામ કરતા કર્મચારીનો એક અકસ્માત બની ગયો હતો,

IFTDAએ તેના સભ્યોને માહિતી આપી છે કે કોઈ પણ નિર્માતા નિર્દેશકને વિરામ આપ્યા વિના લાંબા સયમ સુધી  દબાણપૂર્વક કામ કરવા માટે જબરદસ્તી નહી કરી શકાય, આ સાથે જ આ પત્રમાં, ઇફટડાએ તેના સભ્યોને વિનંતી કરી છે કે નિર્માતાઓએ નિર્ધારિત સમયગાળાથી વધુ કામ કરવાની માંગને નકારી કાઢવા અને જો વધુ કામ કરવા બાબતે દબામ કરે છે તો સંસ્થાને સંપર્ક કરવો.

સાહિન-