Site icon Revoi.in

NEET-UG 2024ના અંતિમ સુધારેલા પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, જુની લિંકથી થઇ ગેરસમજ

Social Share

શિક્ષણ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે NEET-UG 2024ના અંતિમ સંશોધિત પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. મંત્રાલયે કહ્યું, ‘કૃપા કરીને સત્તાવાર માહિતીની રાહ જુઓ.’ વાસ્તવમાં, 25 જુલાઇએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર જૂની લિંકને કારણે લોકોને એવી ગેરસમજ થઈ હતી કે નવું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જો કે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયે આ ગેરસમજ દૂર કરી હતી.

સુધારેલા પરિણામો વિશે શિક્ષણ મંત્રાલયે શું કહ્યું?

ગુરુવારે એક જૂની લિંક શેર કરવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ કે નવું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જો કે, શિક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે NEET-UG 2024ના સુધારેલા પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

IIT દિલ્હીની ભલામણ બાદ પરિણામમાં ફેરફાર

મહત્વપૂર્ણ છે કે NTAએ 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા યોજી હતી..જેથી પરિણામમાં સુધારો સામે આવશે. પરિણામમાં આ ત્રીજો ફેરફાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IIT દિલ્હી)ની ભલામણ પર, ભૌતિકશાસ્ત્રના પ્રશ્નનો ખોટો જવાબ આપનારા વિદ્યાર્થીઓ માટે પાંચ ગુણ કાપવામાં આવ્યા છે. સુધારેલા પરિણામો જાહેર થયા પછી, પરીક્ષામાં હાજર રહેલા તમામ 23 લાખ વિદ્યાર્થીઓનો રેન્ક બદલાઈ જશે. પાંચ માર્કસ ઘટાડવામાં આવશે, તેથી અગાઉ પૂર્ણ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓના રેન્કમાં ફેરફાર થશે.