FATF માં પાકિસ્તાનને છેવટે રાહત – 4 વર્ષ બાદ ગ્રે લિસ્ટમાંથી બહાર આવ્યું પાકિસ્તાન
- પાકિસ્તાન 4 વર્ષ બાદ FATF માં સફલ થયું
- 4 વર્ષ બાદ ગ્રે લિસ્ટમાંથી બહાર આવ્યું પાકિસ્તાન
દિલ્હીઃ- પાકિસ્તાનને વિતેલા દિવસને શુક્રવારે મોટી રાહત મળી છે. FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવી દીધું છે. શુક્રવારે આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. FATF એ તેના નિવેદનમાં મની લોન્ડરિંગ, નાણાકીય આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું છે
આ સાથે જ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને મની લોન્ડરિંગ સામેના પ્રયાસોને મજબૂત બનાવ્યા છે, આતંકવાદને ફાઇનાન્સિંગ સામે લડી રહ્યું છે અને ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી છે.
પાકિસ્તાન પર મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને આર્થિક મદદ કરવાનો આરોપ હતો. આ પછી, વર્ષ 2008 માં, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું. લગભગ ચાર વર્ષ બાદ હવે FATFએ પાકિસ્તાનને રાહત આપી છે.
પાકિસ્તાનની ગ્રે લિસ્ટમાં હોવાને કારણે મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી. તે ન તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ કે વર્લ્ડ બેંકમાંથી પૈસા લઈ શક્યો હતો. એટલું જ નહીં, તેને એશિયન ડેવલપમેન્ટ બેંક અને યુરોપિયન યુનિયન તરફથી પણ આર્થિક મદદ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી સ્થિતિમાં તેને ગ્રે લિસ્ટમાંથી હટાવવાનો FATFનો નિર્ણય તેના માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે.