- નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે
- ગઈકાલે તેમણે ”ભારતના દાયકામાં રોકાણ’ સમ્મેલનમાં હાજરી આપી
દિલ્હીઃ- દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસના રોજ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઅને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ દ્વારા આયોજિત “ભારતમાં રોકાણ દાયકા” માં સંબોધન કર્યું હતું. IMF અને વિશ્વ બેંકની બેઠકની ગ્લોબલ સમિટમાં ભાગ લીધો હતો.
નાણા પ્રધાન સીતારમણે “નવા ભારત” ની વૈશ્વિક સ્વીકૃતિની વાસ્તવિકતાને રેખાંકિત કરી હતી અને “અમૃત કાલ” માં રોકાણ સ્થળ તરીકે ભારત વૈશ્વિક સ્તરે નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આર્થિક વ્યવસ્થા માટે પણ ભારત તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વવ્યાપી રીસેટની વાસ્તવિકતા અને કોરોના મહામારી દ્વારા ઊભા થયેલા પડકારો હોવા છતાં, ભારતની સુધારણાની ગતિ યથાવત છે.
આ સાથે જ સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24 દ્વારા ભારત સરકાર દ્વારા મૂકવામાં આવેલા અનેક માળખાકીય અને શાસન સુધારાઓ પર પણ વિગતવાર વર્ણન કર્યું હતું જેથી “અમૃત કાલ” દરમિયાન “નવા ભારત”નું વિઝન વાસ્તવિક રીતે સાકાર થાય તે સુનિશ્ચિત કરી શકાય.
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ પણ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો. તેમણે ટ્વિટ કર્યું બતું અને કહ્યું કે , “ભારતના દાયકામાં રોકાણ કરો! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ,SISP અને FICCI India સાથે એક્ઝિક્યુટિવ રાઉન્ડ ટેબલમાં ભાગ લેવાનો આનંદ થયો. આ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાના પરિવર્તન અને કંપનીઓ માટેની તકો પર વ્યાપક ચર્ચા થઈ કરાઈ હતી.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વિશ્વભરના લોકો દ્વારા અપનાવવાના બમણા દરે ટેક્નોલોજી અને ડિજિટાઇઝેશન ટૂલ્સ અપનાવી રહ્યું છે, જે તેમના જીવનને અસરકારક રીતે સરળ બનાવે છે.આ સહીત સીતારમણે મેરીલેન્ડના ગ્રીનબેલ્ટમાં નાસા ગોડાર્ડ ખાતે નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપની પણ મુલાકાત લીધી હતી. સ્પેસ ટેલિસ્કોપ એ NASA વેધશાળા છે જે ડાર્ક એનર્જી, એક્સોપ્લેનેટ અને ઇન્ફ્રારેડ એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રોમાં આવશ્યક પ્રશ્નોને સંબોધવા માટે રચાયેલ છે.