Site icon Revoi.in

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન મંગળવારે બજેટ રજૂ કરશે

Social Share

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી પ્રારંભ થયો છે. આવતીકાલે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું બજેટ રજૂ કરશે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામેલો હોવાથી દેશની જનતાને બજેટમાં મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આજે સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમને સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કર્યો હતો. જે બાદ લોકસભાને મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા બાદ રાજ્યસભામાં ઈકોનોમિક્સ સર્વે રજૂ કર્યાં બાદ જાહેર કરાશે. મંગળવારે સવારે 11 કલાકે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું 10મું અને પોતાના કાર્યકાળનું ચોથુ બજેટ રજૂ કરશે. આ વર્ષે પણ બજેટ ગયા વર્ષની જેમ પેપર લેસ રહેશે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આવનારા આ બજેટમાં લોકોને મોટી રાહત આપવામાં આવે તેવી શકયતા છે.

નોકરીયાતો અને વેપારીઓ આ બજેટમાં મોટી રાહતની આશા રાખી રહ્યાં છે. ટેક્સ સ્બેલમાં ફેરફાર કરવામાં આવે તેવી આશા વેપારીઓ અને નોકરીયાત વર્ગને છે. જ્યારે બજેટમાં ખેડૂતોને પણ રાહત આપવામાં આવે તેવી શકયતા છે.