Site icon Revoi.in

દેશના નાણામંત્રી સીતારમણની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

Social Share

દિલ્હીઃ-  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત બગડતા તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ બાબકતે કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને હમણા બપોરે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ચોક્કસ તેઓને શું થયું છે તે અંગે હજી કઈ કહેવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસની સાંજે સીતારમણે દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથએ જ તાજેતરમાં, તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ માં પણ હાજરી આપી હતી.આજે અચાનક જ તેઓને હોસ્પિટલમાં લઈ જવા માં આવ્યા છે