Site icon Revoi.in

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. સાથે જ રિજિજુએ કહ્યું કે બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ફરી એકવાર એનડીએએ સત્તા બનાવી છે. લોકસભાની ચૂંટણીને પગલે ગત મોદી સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું ન હતું. જો કે, હવે નવેસરથી સરકાર બન્યાં બાદ સરકારે બજેટની તૈયારીઓ શરૂ કરી છે. હવે સરકાર દ્વારા બજેટ રજુ કરવામાં આવશે. જે માટે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાણા મંત્રાલય દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે 22મી જુલાઈથી સંસદમાં બજેટ સત્ર મળશે, આ બજેટ સત્ર તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

(Photo-File)