Site icon Revoi.in

શ્રીલંકાની આર્થિક સ્થિતિ અતિશય ખરાબ, લોકોનો એક જ અવાજ “રાજીનામું આપે રાજપક્ષે”

Social Share

દિલ્હી: શ્રીલંકા અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, લોકો પાસે હવે ગુજરાન ચલાવવા માટેના પણ રૂપિયા રહ્યા નથી ત્યારે લોકો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં શ્રીલંકાની સરકાર પાસે રહેલો વિદેશ મુદ્રા ભંડારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે લોકો રાજપક્ષેને રાજીનામું આપવા માટે દબાણ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજધાની કોલંબોના ગાલે ફેસ ગ્રીન વિસ્તારમાં આવેલી મોંઘી હોટલોની બહાર રંગબેરંગી ટેન્ટ દેખાઈ રહ્યા છે. શ્રીલંકામાં અત્યારે વૃદ્ધોથી લઈને બાળકો સુધી તમામે સરકાર સામે મોરચો ખોલ્યો છે. ઘણા નાગરિકો હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર બેસીને દેશને વેચવાથી બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓને અહીં આઈસ્ક્રીમ, ઠંડા પીણા પણ મળી રહ્યા છે.

શ્રીલંકામાં આ સમયે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. આગળ શું થશે તેની કોઈને ખબર નથી. દેશ આર્થિક, રાજકીય અને સામાજિક રીતે સંપૂર્ણપણે અસ્થિર બની ગયો છે. શ્રીલંકા પર લગભગ $51 બિલિયનનું વિદેશી દેવું છે. ચીનને આમાં સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેણે સૌથી વધુ દેવું શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાના કુલ બાહ્ય દેવામાં ચીનનો હિસ્સો લગભગ 10 ટકા છે. ચીન પછી જાપાન અને ભારતનું સૌથી વધુ દેવું શ્રીલંકા પર છે.

ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ભારતમાં પણ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી દરિયાઈ બોર્ડર પર પણ સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે.