મુંબઈ US ફેડના વ્યાજદક અંગેના નિર્ણય પહેલા ભારતીય શેરબજાર સપાટી સાથે કારોબાર કરી રહ્યું છે. આજે રાત્રે યુએસ સેન્ટ્રલ બેંક ચાવીરૂપ વ્યાજ દર અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યારે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE ઈન્ડેક્સમાં સેન્સેક્સ 83,037.13 પર ખુલ્યો છે. શરૂઆતના કારોબારમાં તે 0.10 % અથવા 85 પોઇન્ટના ઘટાડા સાથે 83,010 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
14 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતાં
શરૂઆતના ટ્રેડિંગમાં Sexex ના 30 શેરમાંથી 16 શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતાં અને 14 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતાં. તેજ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ નિફ્ટી આજે 0.08 % અથવા 20 પોઇન્ટના ઘટાડા સાથે 25,397 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર લીલા નિશાન પર અને 23 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતાં.
શરૂઆતના કરોબારમાં શ્રીરામ ફાઈનાન્સમાં સૌથી વધુ વધારો
શરૂઆતના કરોબારમાં નિફ્ટી શેરમાં શ્રીરામ ફાઈનાન્સમાં સૌથી વધુ 1.37%, હીરો મોટોકોર્પમાં 1.12%, બજાજ ફાઇનાન્સમાં 1.09%, બ્રિટાનિયામાં 0.63% અને NTPC માં 0.59 % નો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય ટેક મહિન્દ્રામાં 1.85%, એલટીઆઈ માઇન્ડટ્રીમાં 1.82%, વિપ્રોમાં 1.76 %, ઈન્ફોસિસમાં 1.54% અને ટીસીએસમાં 1.33% નો ઘટાડો જોવા મળ્યો હતો.
શરૂઆતના કરોબારમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં
તો શરૂઆતના કરોબારમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં 1.35% જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી મેટલમાં 0.45%, નિફ્ટી ફાર્મામાં 0.24%, નિફ્ટી હેલ્થકેરમાં 0.22%, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.12% અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.38% નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.06%, નિફ્ટી રિયલ્ટીમાં 0.25%, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.04%, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.22%, નિફ્ટી મીડિયામાં 0.28%, નિફ્ટી એફએમસીજીમાં 0.21%, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસમાં 0.50% , નિફ્ટી એ ઓટોમાં 0.30% અને નિફ્ટી બેન્કમાં 0.08% નો વધારો જોવા મળ્યો હતો.