અમદાવાદની આસપાસ જો આપણે રહેતા હોઈએ તો ત્યા આજૂબાજૂમાં ઘણા ફરવા માટેના સ્ળો આવેલા છે,શિયાળામાં ખાસ અભ્યારણોમાં ફરવાની મજા અલગ હોય છે 1 2 દિવસની રજાઓ માં જઈ પણ શકાય છે.
જો આપણે એક દિવસ પિકનીક પર જવા કે ફરવા જવાનું વિચારો છો તો અમદાવાદની આજુબાજૂ કેટલાક એવા સ્થળો આવે છે કે જ્યા તમે સવારથી સાંજ સુધીમાં જઈને આવી શકો છો, તો ચાલો કરીે એક નજર આવાજ કેટલાક સ્થળો પર
ઈદ્રોડા પાર્ક –
અમદાવાદથી માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલું છે ઇંદ્રોડા પાર્ત પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય છે. જેને ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે. આ કારણે ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે.
થોળઃ-
થોળ એ પક્ષીઓનું અભ્યારણ છે જ્યા શિયાળામાં જવા માટે ખૂબ સરસ જગ્યા છએ, ઠંડીની ઋતુમાં અહીં અવનવા પક્ષીઓ આવતા હોય છે.થોળ તળાવ પક્ષી અભયારણ્ય એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે ધાર પરની મશકો દ્વારા ઘેરાયેલા છે અને બાજુઓને શરૂ કરી રહેલા ઝાડીવાળું જંગલ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલા થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ જેવા હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે, જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.
નળસરોવર
આ અમદાવાદથી અંદાજે 60 કિલોમીટરની અંદર આવેલો સરસ મજાનો સુંદર વિસ્તાર છએ અહી શિયાળામાં અવનવા પક્ષીો જેવા કે કંકણસાર, ધોળી કંકણસાર, કાળી કંકણસાર, જળમાંજાર, કાળો જળમાંજાર, જળકૂકડી, માછીમાર ઘુવડ, ટીંટોડી, ધોળી આંખ કરચિયો, ચોટલીવાળો પેણ, વાંકી ચાંચ, શિકરો, ઘરખોદ, પાન-લેઉઆ, ચમચો, કીચડિયો, ગુજબ,આવે છએ જે આકર્ષણ જમાવે છે આ સાથે જ તમે બોટમાં બેસીને સરોવરની અંદર ફરી શકો છો.300 રુપિયા જેટલી ટિકિટ આ માટે ચૂકવવાની હોય છે,એન્ટ્રીફીની વાત કરીએ તો 100 રુપિયા છે સાથે જ તમને સરોવરમાં ફરવાની મજા પણ આવે છે.