- આ છે વિશ્વની સૌથી મોંધી દારુ
- કરોડો રુપિયા છે આ વ્હીસ્કિની કિંમત
સામાન્ય રીતે આપણે અને મોંધી વસ્તુઓથી માહિતીગાર થતા હોઈ એ છીએ આજે વાત કરીશું શરાબ વિશે, દારુ પીનાના શોખીનો માટે જેમ સૌથી જૂની દારુ તેમ તેચલી જ કિમંતી, દારુ પીવાના શોખીનો અનેક અલગ-અલગ વેરાયટીનો દારૂ ઘરમાં રાખે છે અને આ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવાનું ચૂકતા નથી.આજે વાત કરીશું વિશ્વની સૌથી મોંધી વ્હિસ્કી વિશે, જેની કિમંત જાણીને તમારા હોંષશ ઉડી જાય તો નવાઈ નહી હોય ,જી હા આ વ્હીસ્કિ ની કિમંત છે 100 કરોડ એટલે કે 1 અબજ રુપિયા છે.
એક વ્યક્તિએ આટલા કરોડો ખર્ચીને દુર્લભ સ્કોચ વ્હિસ્કી ખરીદ્યી છે, તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ વ્યક્તિ તેના શોકેસમાં અલગ-અલગ પ્રકારનો દારૂ ભેગો કરે છે. એશિયામાં રહેતી આ વ્યક્તિએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આવો જાણીએ શું છે આ વ્હિસ્કીની ખાસિયત અને શા માટે તે આટલી મોંઘી વેચાય છે.
રિપોર્ટ પ્રમાણે આ દુર્લભ સ્કોચ વ્હિસ્કીનો એક કાસ્ક 20 મિલિયન ડોલરમાં વેચાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સિંગલ માલ્ટ વ્હિસ્કી નવેમ્બર વર્ષ 1975ની છે. આ વર્ષની શરૂઆતમાં, એક વ્હિસ્કી 1.2 મિલિયન ડોલરમાં વેચાઈ હતી, જેણે તેનો રેકોર્ડ તોડ્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અર્દબેગ ઓનર અને એલવીએમએચ લક્ઝરી ગુડ્સ ગ્રુપની પેટાકંપની ગ્લેનમોરેન્ગીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ થોમસ મોરાડપોરનું કહેવું છે કે આ વ્હિસ્કી સ્થાનિક સમુદાય માટે ગર્વની વાત છે. જે વિશ્વમાં સૌથી વધુ માંગવામાં આવતી વ્હિસ્કી માંથી એક છે.
આ વ્હિસ્કી વિશ્વમાં કાસ્ક નંબર 3 તરીકે પ્રખ્યાત છે. તે 207 વર્ષ પહેલાં સ્કોટિશ ટાપુ ઇસ્લે પર અર્દબેગ ડિસ્ટિલરીમાં બનાવવામાં આવ્યું હતું. આ વ્હિસ્કી ડિસ્ટિલરી કરતા બમણી કિંમતે વેચવામાં આવી છે. તેનો સમગ્ર સ્ટોક 1997માં ખરીદવામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં, ડિસ્ટિલરી દરેક કાસ્કની વ્હિસ્કીની લગભગ 88 બોટલો બનાવશે અને તેને ખરીદનારા લોકો સુધી પહોંચાડશે. આની એક બોટલની કિંમત લગભગ 43,000 ડોલર છે. આ વ્હિસ્કીનું રેકોર્ડ વેચાણ થયું હતું, ત્યારબાદ સુપરમાર્કેટ મોરિસન્સે તેને માત્ર 3 ડોલરમાં રાખ્યું હતું, પરંતુ તે ભૂલથી થયું હતું.