ભારતમાં 5 વર્ષના સમયગાળામાં રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પાછળ કેટલા નાણા ખર્ચા જાણો…
નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીઓ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે પરંતુ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપ્રચારમાં પાણીની જેમ નાણાનો ખર્ચ કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડિયાના અનુમાન અનુસાર 2019માં લોકસભાની ચૂંટણીમાં 60 હજાર કરોડનો ખર્ચ થયો હતો. તે પહેલા વર્ષ 2014માં 30 હજાર કરોડના ખર્ચનો અંદાજ છે. હાલ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ચાર હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત થઈ રહી છે. આ નાણા પાછલા દરવાજેથી આવતા હોવાથી ચૂંટણીમાં કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં યુપીમાં 20 કરોડની રોકડ જપ્ત કરવામાં આવ્યાં હતા. 2029માં લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપંચે 191 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 115 કરોડની રોકડ પકડાઈ હતી. દુનિયાની સૌથી મોટી ગણાતી ભારતીય જનતા પાર્ટીએ પાંચ વર્ષમાં 3585 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 1405 કરોડથી વધારેનો ખર્ચ કરાયો છે. આ આંકડો 2015-15થી 2019-20 સુધી છે. આ જાણકારી રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને આપી હતી.
રાજકીય પાર્ટીઓની આવકનો મુખ્ટય સ્ત્રોત ચૂંટણી બોન્ડ હોય છે. આ બેંકોમાંથી મળે છે. કોઈ વ્યક્તિએ એસબીઆઈ પાસેથી ચૂંટણી બોન્ડની ખરીદ્યા અને તેને કોઈપાર્ટીને આપે છે. આ બોન્ડ 1 હજારથી લઈને 1 કરોડ સુધીના હોઈ શકે છે. 2019-20માં ભાજપની 3623 કરોડની આવક થઈ હતી. જેમાંથી 2555 કરોડ માત્ર ચૂંટણી બોન્ડથી થઈ હતી. જ્યારે કોંગ્રેસને 3.17 કરોડ ચૂંટણી બોન્ડથી મળ્યાં હતા. જ્યારે પાર્ટીની આવક 682 કરોડથી વધારે હતી. ચૂંટણી બોન્ડ ઉપરાંત ડોનેશન, ક્રાઉડ ફંડિંગ અને મેમ્બરશિપથી આવતી રકમ રાજકીય પાર્ટીઓની આવકનો સ્ત્રોત છે. આ ઉપરાંત કોર્પોરેટ ડોનેશનથી પાર્ટીઓ આવક ભેગી કરે છે.
2021માં પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પુડ્ડીચેરી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પાર્ટીઓએ કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપ દ્વારા 252 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા 154 કરોડ અને કોંગ્રેસ દ્વારા 85 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.