દેશની રિઝર્વ બેંકને રંગબેરંગી ભારતીય ચલણ જારી કરવાનો અધિકાર છે. તેના દ્વારા જારી કરવામાં આવેલી નોટો જ માન્ય છે.વર્ષોથી ભારતીય ચલણના રંગો અને ડિઝાઇનમાં ઘણો ફેરફાર થયો છે. ભારતમાં રોકડ વ્યવહારો પ્રમુખતાથી થતા આવ્યા છે. જોકે, અત્યારે લોકો ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષાય છે. પરંતુ પછી દેશનો એક મોટો વર્ગ છે, જે હજુ પણ રોકડમાં જ વ્યવહારો કરવાનું પસંદ કરે છે. આપણે બધા દરરોજ નોટોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તે ખબર છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પહેલી નોટ કેટલા રૂપિયાની છાપી હતી.તો ચાલો જાણીએ.
અત્યારે દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. 2016 માં નોટબંધી બાદ એક હજારની નોટ ચલણ બહાર થઇ ગઈ હતી.
નોટ છાપવાનો નિયમ
રિઝર્વ બેંક 1956 થી ચલણી નોટો છાપવા માટે ‘મિનિમમ રિઝર્વ સિસ્ટમ’ હેઠળ ચલણ છાપે છે. આ નિયમ મુજબ ચલણી નોટ છાપવા સામે હંમેશા 200 કરોડ રૂપિયાનું ન્યૂનતમ અનામત રાખવું જરૂરી છે. આ પછી જ રિઝર્વ બેંક ચલણી નોટો છાપી શકે છે.
પહેલી નોટ કેટલા રૂપિયાની
ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ, 1935 ના રોજ થઈ હતી. મતલબ આઝાદી પહેલા દેશમાં રિઝર્વ બેંકનો પાયો નાખવામાં આવ્યો હતો. જાન્યુઆરી 1938 માં તેની સ્થાપનાના ત્રણ વર્ષ પછી આરબીઆઈએ પ્રથમ 5 રૂપિયાની ચલણી નોટ બહાર પાડી. આ નોટ પર ‘કિંગ જ્યોર્જ VI’ નું ચિત્ર છાપવામાં આવ્યું હતું. મતલબ આઝાદીના 9 વર્ષ પહેલા રિઝર્વ બેંકે તેનું પ્રથમ ચલણ બહાર પાડ્યું હતું. આ પછી 10 રૂપિયા, 100 રૂપિયાની નોટ માર્ચમાં અને 1000 અને 10,000 રૂપિયાની ચલણી નોટ જૂનમાં જારી કરવામાં આવી હતી.
આઝાદી પછી પ્રથમ ભારતીય રૂપિયો
આઝાદ ભારતની પહેલી ચલણી નોટ 1 રૂપિયા રિઝર્વ બેંક દ્વારા વર્ષ 1949 માં બહાર પાડવામાં આવી હતી. 1947 સુધી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો પર બ્રિટિશ કિંગ જ્યોર્જનું ચિત્ર છપાયેલું હતું. રિઝર્વ બેંકે સૌપ્રથમ વર્ષ 1969 માં ગાંધીજીની તસવીરવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
ભારતીય મુદ્રાનું નામ ભારતીય રૂપિયો છે. એક ભારતીય રૂપિયો 100 પૈસા છે. ભારતીય રૂપિયાનું પ્રતીક ‘₹’ છે. ડિઝાઇન દેવનાગરી અક્ષર (र) થી પ્રેરિત છે. અગાઉ આપણે રૂપિયાના પ્રતિક તરીકે રૂ. લખતા હતા.