1. Home
  2. ગુજરાતી
  3. યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ
યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ

યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ

0
Social Share

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. પહેલા અમુક ઉંમર પછી જ લોકોને હાર્ટની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં યુવાનો પણ હાર્ટની બીમારી જોવા મળતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ એકાદ વર્ષમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતના બનાવોમાં વધારો થયો છે. તો આવો જાણીએ યુવાનો કેમ હાર્ટની સમસ્યાનો કરી રહ્યાં છે સામનો…

નશોઃ

આજકાલ મોટાભાગના યુવાનો 18થી 25 વર્ષની ઉંમરમાં જ ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન શરૂ કરી દે છે, તબીબો માને છે કે, આ આદત તેમને કાર્ડિયોવસ્કુલર ડિજીજનો શિકાર બનાવે છે, કાર્ડિયોવસ્કુલર હાર્ટ ડિજીજ એક ગંભીર સમસ્યા છે જે અનેક પ્રકારના હાર્ટ રોગનું કારણ બને છે. તબીબોના મતે, યુવાનો દિવસની 10 સિગારેટ પીવે છે તો તેમને હાર્ટ એટેકનો ખતરો 50 ટકા વધી જાય છે.

જંકફુડઃ

આજની મોટાભાગની યુવા પેઢી ભૂખ લાગે ત્યારે ઘરનું ભોજન લેવાને બદલે જંકફુડ વધારે પસંદ કરે છે. તેમની ડીસમાં વધારે તળેલી વસ્તુઓ જ જોવા મળશે. જેથી શરીરમાં કેલેરીની માત્રા વધી જાય છે. જેની ખરાબ અસર સીધી હાર્ટ ઉપર પડે છે. અયોગ્ય ભોજન કોલસ્ટ્રોલનું સ્તર વધારે છે જે હ્રદયના ધબકારા તેજ કરવાનું કામ કરે છે.

વર્ક પ્રેશરઃ

વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ભાગદોડને કારણે યુવાનો પોતાના ડાયટ ઉપર ધ્યાન આપતા નથી. ભૂખ લાગે ત્યારે બહાર મળતું જંકફુડ આરોગી લેવાનું પસંદ કરે છે. કલાકો સુધી સતત કામ અને જંકફુડને આરોગવાથી સીધી અસર બ્લડ વેસેલ્સ પર પડે છે. આ જ કારણ કે, નાની ઉંમરમાં પણ યુવાનો બ્લાડપ્રેશરનો ભોગ બને છે.

સ્ટેરોઈડની આડઅસરઃ

આજના યુવાનો બોડી બનાવવાનુ વધારે પસંદ કરે છે. જેથી જીમના ટ્રેનરો ભારે ન્યૂટ્રીશન લેવાની સલાહ આપે છે. ન્યૂટ્રીશનના ચક્કરમાં યુવાનો એમ્બોલિક સ્ટેરોઈડ જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવા જાગે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

તણાવઃ

આજના યુવાનોને કામનું ટેન્શન વધારે હોય છે. વધારે ટેન્શન પણ હાનિકારક હોય છે. એગ્જાઈટી ડિસઓર્ડરને કારણે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પણ વધે છે. જેના કારણે હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. કેટલાક લોકો તણાવ ઓછો કરવા માટે સ્મોકિંગ શરૂ કરી દે છે જેથી હાર્ટ એટેકની શકયતાઓ બમણી થઈ જાય છે.

અપૂરતી ઉંઘઃ

ઉંઘનો હાર્ટ સાથે સીધો સંબંધ છે. તબીબોના મતે હાર્ટને સ્વસ્થ્ય રાખવા માટે 7થી 8 કલાકની ઉંઘ જરૂરી છે. અપૂરતી ઉંઘના કારણે પણ હાર્ટ એટેકનું પ્રમાણ 24 ટકા વધી જાય છે. એક રિપોર્ટ અનુસાર પૂરતી ઉંઘ ન લેનારા લોકો ડિપ્રેશનનો પણ શિકાર બને છે.

હાઈબ્લડ પ્રેશરઃ

હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેકનો ખતરો હંમેશા રહે છે. વધારે તણાવના કારણે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. હાઈપરટેન્શનનું કનેકશન આર્ટિરિયલ્સ ધમનીઓ સાથે છે. આ ધમનીઓ શરીરમાં બ્લડને ફ્લોને રેગ્યુલર કરવાનું કામ કરે છે. પાતળી થઈ જવાથી બ્લડપ્રેશર વધી જાય છે.

લક્ષણોઃ

સામાન્ય રીતે હાર્ટ એટેક આવવાનો કોઈ સમય નથી હોતો, તેમજ કોઈ પણ વ્યક્તિને આવી શકે છે. જો કે, એકાદ મહિના પહેલાથી કેટલાક લક્ષણો જોવા મળે છે. જેથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. વધારે થાક લાગવો, ઉંઘ ના આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં બેચેની, ખાટા ઓટકાર, અનિયમિત હાર્ટબિટ્સ અને પગમાં સોજા જેવા લક્ષણો જોવા મળે છે.

કેવી રીતે બચવુઃ

યુવાનો આ ગંભીર બીમારીને એક્સરસાઈઝ કરીને દૂર રાખી શકે છે. તબીબોના મતે, આજના તણાવ ભરેલી લાઈફસ્ટાઈલમાં યુવાનોએ નિયમિત કસરત કરીને બ્લડ ફ્લોને વ્યવસ્થિત રાખવો જોઈએ. આ ઉપરાંત ભોજનમાં યોગ્ય માત્રામાં ફળ, શાકભાજી સામેલ કરવું જોઈએ, જંકફુડનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાની સાથે નિયમિત સમયે ભોજન લેવું જોઈએ.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code