ચહેરા પર ડિમ્પલ દેખાવવા પાછળ પણ છે વૈજ્ઞાનિક કારણ,જાણો
- ચહેરા પર ડિમ્પલ છે?
- તો આ છે તે પાછળનું વૈજ્ઞાનિક કારણ
- જાણીને તમે પણ ચોંકી જશો
કેટલીક સેલિબ્રિટી, અભિનેત્રી તથા કેટલાક સામાન્ય વ્યક્તિ હોય છે કે જેમને ગાલ પર ખાડા પડતા હોય છે અને તેના કારણે તેમની પર્સનાલિટી પણ અલગ દેખાતી હોય છે. ગાલ પર હસવા દરમિયાન ખાડા પડવાને લોકો ડિમ્પલ પણ કહે છે. પણ તમે એ વાત જાણીને ચોંકી જશો કે આ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ હોય છે.
હેલ્થલાઈનનો રિપોર્ટ કહે છે કે વ્યક્તિના બંને ગાલ પર ડિમ્પલ હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે એક ગાલ પર પણ હોઈ શકે છે. ડિમ્પલ ચહેરાના સ્નાયુઓને કારણે થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો ચહેરાની પાછળ ઘણા સ્નાયુઓ હોય છે.
સામાન્ય રીતે આ સ્નાયુ ગાલના હાડકાથી શરૂ થાય છે અને મોં તરફ નીચે જાય છે. ડિમ્પલ પડનારા ચહેરા પર આ સ્નાયુ બે અલગ અલગ જૂથોમાં વિભાજિત થાય છે. એક જુથ મોંના એક ખૂણા સાથે અને બીજું મોંની બીજી બાજુ સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ હસે છે, ત્યારે આ વિભાજિત સ્નાયુઓના ખેંચાણને કારણે ગાલ પર ડિમ્પલ્સ થાય છે.
પ્રીતિ ઝિન્ટા, બિપાશા બાસુ, દીપિકા પાદુકોણ અને શર્મિલા ટાગોર… આ અભિનેત્રીઓમાં એક વસ્તુ સૌથી કોમન છે તેમના ચહેરા પરના ડિમ્પલ. અલબત્ત, તેનાથી ચહેરાની સુંદરતા વધે છે અને સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોમાં ડિમ્પલનો એવો ક્રેઝ છે કે સર્જરી દ્વારા તેને ગાલ પર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.