માર્ગ પરના કિલો મીટરના પત્થર શા માટે હોય જૂદા-જૂદા રંગના- જાણો તનું આ ખાસ કારણ
આપણા જ્યારે પણ કોઈ હાઈવે કે નેશનલ હાઈવે પરથી પસાર થતા હોય છે ત્યારે આપણાને કિલો મીટર જાણવા માટે દર એક કિલો મીટરે પત્થર જોવા મળે છે,તેના પમ આગળનું સ્ટેશન કે ગામ કેટલા કીમી દૂર છે તેનો આંકડો દર્શાવવામાં આવે છે, જો કે આ પત્થર કેટલાક રસ્તા પર લીલા-સફેદ રંગના તો કેટલાક રસ્તા પર પીળા-કાળ રંગના તો વળી કેટલાક માર્ગો પર સફેદ-પીળા રંગના જોવા મળે છ, અલગ અલગ જગ્યાએ જોવા મળતા આ અલગ અલગ માઈલ પત્થરો પાછળ પણ કારણ છૂપાયેલું છે તો ચાલો જાણીએ કે રસ્તાના કિનારે આ રંગબેરંગી પથ્થરોનો અર્થ શું છે ?
રસ્તાની બાજુના આ માઇલસ્ટોન્સનો ઉપયોગ શહેરો અને સ્થળોનું અંતર જણાવવા માટે થાય છે. જોકે સમય બદલાતા આ પથ્થરોની જગ્યા હવે મોટા સાઈન બોર્ડે લઈ લીધી છે. પરંતુ આજે પણ તમને પહેલાના સમયના પથ્થરો જોવા મળશે.
પીળો પત્થરઃ- જો તમને રસ્તા પર ચાલતી વખતે રસ્તાની બાજુમાં પીળો પથ્થર દેખાય તો સમજી લેવું કે તમે નેશનલ હાઈવે પર ચાલી રહ્યા છો. નેશનલ હાઈવે રોડની જાળવણી માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા જવાબદાર છે. દેશમાં NH-24, NH-8 જેવા ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને સુવર્ણ ચતુર્ભુજ જેવા રસ્તાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે.
લીલા રંગની પટ્ટી વાળો પત્થરઃ- જો તમને રસ્તાની બાજુમાં લીલી પટ્ટી વાળો પથ્થર દેખાય તો સમજી લેવું કે તમે સ્ટેટ હાઈવે પર ચાલી રહ્યા છો. એટલે કે તેની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની છે. સામાન્ય રીતે આ રસ્તાઓનો ઉપયોગ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે થાય છે.
કળા રંગનો પત્થરઃ- જો તમને રસ્તાની બાજુમાં કાળા, વાદળી અથવા સફેદ રંગનો પથ્થર દેખાય તો તેનો અર્થ એ છે કે તમે કોઈ મોટા શહેર અથવા મોટા જિલ્લામાં આવ્યા છો. આ રસ્તાઓના નિર્માણ અને સમારકામની જવાબદારી શહેરની મહાનગરપાલિકાની છે.
નારંગી રંગનો પત્થરઃ- જો તમે કોઈ ગામમાં જશો તો તમને રસ્તાની બાજુમાં કેસરી રંગના પથ્થરો જોવા મળશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સાથે નારંગી રંગની પટ્ટીઓ જોડાયેલ છે.