- પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ
- હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે
સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે.
સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા હશે જેમાં ઉપરથી પાણી પડીને નીચે પત્થર પર અથડાય અને સુંદર સરસ મજાના દ્ર્શયો અને અવાજ સાંભળવા મળે, જો કે આજે વાત કરીશુ એવા ઘોઘની જે નીચે નહી પરંતુ ઉપર તરફ વહેતો હોય છે.
આ ઘોઘ આવેલો છે મહારાષ્ટ્રમાં , જેનું નામ છે નાનેઘાટ રિવર્સ વોટરફોલજે પ્રકૃતિનો અદ્ભુત નજારો છે. મુંબઈથી લગભગ ત્રણ કલાકના અંતરે આવેલી આ જગ્યા ખૂબ જ સુંદર કુદરતી સાનિધ્યમાં આવેલી છે.
આ ધોધની ખાસિયત એ છે કે આ ઘોઘમાંથી પડતું પાણી નીચેની બદલે ઉપર જાય છે. છે ને આચાર્યની વાત. આવું કેમ છાય છે મનમાં સવાલ તો હશે જ ?પૃથ્વી પર ઘણી એવી રહસ્યમય જગ્યા ઓ છે, જે મનુષ્ય માટે એક કોયડો બનીને રહી ગઈ છે. જે કોયડો ક્યારેય ઉકેલાઈ શકાયો નથી. આ પમ એક એવોજ કોયડો છે.આપણા દેશમાં એક એવી જગ્યા આવેલી છે, જે ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ ને પડકારવા જઈ રહી છે.
.આ અદભુત સ્થળ નાણેઘાટ પુણેમાં જુન્નર પાસે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલું છે. મુંબઈથી લગભગ ત્રણ કલાકના અંતરે આવેલો આ ઘાટ રિવર્સ વોટરફોલ દુનિયાભર માં ખૂબ જ પ્રખ્યાત છે. જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે. ચોમાસામાં આ સ્થળની સુંદરતા જોવા જેવી છે. આ સમયે પાણી વધુ હોય છે અને જ્યારે ધોધ પરથી પાણી ઉપર ઊડતું જોવા મળે છે, ત્યારે તદ્દન અલગ પ્રકારનો આનંદનો અનુભવ થાય છે
આ ઘાટ મા ઉપરથી નીચે પડવાને બદલે પાણી ઉપર જાય છે અ ઝરણાનું પાણી નીચેની જગ્યાએ થી ઉપર ની તરફ ઊડતું જોઈ શકાય છે જે નજારો ખૂબ જ સુંદર દેખાય છે.જ્યારે પવનની ગતિની તીવ્રતા ગુરુત્વાકર્ષણ બળની બરાબર અથવા તેનાથી વધુ હોય છે, ત્યારે આવું થાય છે.