સામાન્ય રીતે ઘણા લોકોના નખ પર સફેદ રંગના ઘબ્બાઓ જોવા મળએ છે, ઘણી વાર આપણાને વડીલો કહેતા હોય છે કે કેલ્શિયમની કમી હોય ત્યારે આવા ઘબ્બાો થાય છે પમ ખરેખર શા માટે આવ ઘબ્બાઓ જોવા મળે છે ચાલો જાણીએ. નખ પર નજર આવનારા સફેદ ધબ્બા, ડાઘ, નીલાશ સહિત ઘણા પ્રકારના ફેરફાર ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે.
સફેદ ઘબ્બા
કોઈ સામન્ય લાગવો અથવા ચિંતાને કારણે નખ પર વ્હાઇટ સ્પોટજોવા મળે છે. આ સ્પોટ ઇન્ફેક્શન, લિવર અથવા કિડનીની બીમારીને કારણે પણ થઈ શકે છે.જેથી જો વધારે ઘબ્બાઓ હોય તો ડોક્ટરની મુલાકાત લેવી જરુરી છે.
બ્લેક ઘબ્બાઓ
જો નખ પર ઘાટા રંગના ધબ્બા હોય તો ત્વચા રોગ વિશેષજ્ઞો પાસે તપાસ કરાવવી જોઈએ. આ નખની અંદર એક સામાન્ય તલ અથવા તો ત્વચા કેન્સરનું રુપ પણ હોઈ શકે છે.
પીળો રંગના નખ થવા
નખનો રંગ ફિક્કો પીળો થવો એ લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનો અથવા કિડનીની બીમારી હોવાનો સંકેત છે.અથવા તો નખનું પીળું દેખાવું એ કમળો થવાનો સંકેત છે.
નખ લીલા રંગના દેખાવા
નખનું નીલા રંગનું દેખાવું એ ફેફસાં અને હૃદય સંબંધી રોગોનો સંકેત છે.જેથી વહેલી તકે સારવાર કરાવી જોઈએ
નખને લગતી જૂદી-જૂદી સમસ્યાઓ વિશે જાણો
જ્યારે પગના અંગૂઠાના નખ આગળની તરફ વધવાને બદલે ત્વચામાં જ સાઇડમાં વધવા લાગે છે ત્યારે તેને ઇનગ્રોન ટોનેલ કહે છે. નખની યોગ્ય દેખરેખ ન કરવાથી આ સમસ્યા થઈ શકે છે.
આ સાથે જ જો કેલ્શિયમની ઊણપ, વિટામિન બીની ઊણપથી નખ વારંવાર તૂટવાની સમસ્યા સર્જાય શકે છે.
નખની અસામાન્ય વૃદ્ધિ તથા વારંવાર નખના તૂટવાને કારણે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. પાણીમાં વધારે કામ કરવાથી, વધારે પરસેવો આવવાથી, ડાયાબિટીસ સિવાય રમતવીરોને વારંવાર વાગવાને કારણે આ સમસ્યા થઈ શકે છે
બેક્ટેરિયા સિવાય પાણી, કેમિકલને કારણે પણ . બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. નખ લાલ થવા, આસપાસ સોજો આવવો, દુખાવો થવો તેનાં લક્ષણો છે. આ સાથે જ નખોમાં ગાંઠ વાઇરલ ઇન્ફેક્શનને કારણે થઈ શકે છે. તે અંગૂઠા અને આંગળીઓને પ્રભાવિત કરી શકે છે.
નખોમાં ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારે એન્ટિફંગલ મેડિસિન ફ્લુકોનાઝોલ ટેબ્લેટ, ઇટ્રાકોનાઝોલ કેપ્સ્યૂલ અને ક્રીમ, ટેરબિનાફિન કેપ્સ્યૂલ તથા ક્રીમનો પ્રયોગ ડોક્ટરની સલાહ લઈને કરવો જોઈએ.ટ્યુમર અથવા નખોના અંદરની તરફ વધવા જેવી સમસ્યાઓ માટે નખોની સર્જિકલ સારવાર કરાવવી જોઈએ.