Site icon Revoi.in

મધ દરિયે શીપ માં રહેતા લોકો કેવું જીવન જીવે છે …જાણો

Social Share

સાહિન મુલતાનીઃ-

‘sea-MAN’  અથવા તો ‘મર્ચેન્ટ નેવી’ આ નામ થી આપણે સૌ વાકેફ છીએ, સામાન્ય રીતે દરિયામાં રહેતા લોકો, હવે વાત એમ  છે કે દરિયામાં નૌકાદળમાં દેશની સેવામાં જોતરાયેલા જવાનો પણ રહે છે અને બીજો એવો વર્ગ રહે છે કે જે પ્રાઈવેટ શીપ કંપનીઓ સાથે કરાર કરીને શીપ પર નોકરી કરે છે,આપણે વાત કરીશું એવા સી મેન લોકો વિશે કે જેઓ નોકરી માટે પરિવારથી દૂર રહે છે, તેઓ વર્ષમાં માત્ર 2 કે 3 મહિના પરિવાર પાસે આવે છે, બાકીના મહિનાઓ આકાશ નીચે અને દરિયાની વચ્ચે પસાર કરે છે, આ લોકો દરિયો લાંબો ખેડે છે, ઘણી વખત તો 1 મહિના થવા ઉપરાંત કોઈ બંદર પર શીપને રોકવામાં પણ નથી આવતી .સતત તેમનો દરિયાઈ સફ ચાલુ જ રહે છે

દરિયો ક્યારે તોફાની પણ બને છે ક્યારેક શાંત પણ હોય છે, પરિસ્થિતિ ગમે તે હોય સી મેન પોતાની ફરજ બજાવતો રહે છે, ઘણી વખત વાઈફાય ન ચાલતું હોવાથી પરિવાર સાથે ફોન કે વીડિયો કોન્ટેક્ટ પણ શક્ય બનતો નથી, આમ તો તેઓને શીપમાં પુરતી વ્યવસ્થા આપવામાં આવે છે, સવારના નાસ્તાથી લઈને બે ટાઈમનું ભોજન સાંજનો ચા, નાસ્તો વગેરે સારી રીતે અપાતું હોય છે, પરંતુ જ્યારે સાંજ ઢળવા આવે ત્યારે એક અલગ અનુભુતી થાય છે, કારણ છે ચારે બાજુ પાણી જ પાણી, અને પાણીની વચ્માં એક મોટૂ વહાણ જેમાં ગણીને 100 થી  150 લોકો હોય છે, જે અલગ અલગ પ્રદેશના  હોય છે,જૂદી જૂદી સંસ્કૃતિમાંથી આવતા હોય છે.

આપણે કલ્પના પણ નહી કરી હોય કે કોઈ આપણને દુનિયાની ભીડથી દૂર લઈ જાય અને ત્યા જ 10 મહિના રાખે તો કેવું લાગે. બસ આવી જ લાઈફ સ્ટાઈલ હોય છે એક સી-મેનની. સી મેનના દરેક તહેવારો અહીં શીપમાં જ ઉજવાય છે. હોળી હોય કે દિવાળી હોય કે પછી ઈદ હોય અહી નોકરી  કરતા લોકોએ પોતાના તહેવાર અંહી જ ઉજવવા પડતા હોય છે.

શીપ સાથેનો જ્યારે કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય ત્યારે તેમને ઘરે જવા મળે છે, તે પણ માત્ર 2 કે અઢી મહિના માટે, ફરી તેઓ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને પોતાની ડ્યૂટી પર પાછા ફરે છે, હા એ વાત પણ ચાસી છે કે આ કામ માટે તેઓ હજારો લાખોનો પગાર પણ લે છે, અને લે જ ને કેમ નહી. રાત દિવસ દરિયાની વચ્ચે રહેવું હર કોઈ માટે સરળ વાત નથી.ક્યારેય દરિયો તોફાની બને છે તો ક્યારેક આસમાની આફત વરસે છે.આ સમગ્ર સ્થિતિમાં દરેક સી મેન તેમની નોકરી ઈમાનદારીથી નિભાવતા હોય છે.

હવે તમને મનમાં સવાલ થતો હશે કે સી મેનની નોકરી હોય છે શું? આપને જણાવી દઈએ કે દરેક સી મેનની અલગ અલગ પોસ્ટ હોય છે, પોતાના અભ્યાસ મુજબ તેઓને નોકરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે,જેમાં કાર્યની વાત કરીએ તો ફ્યૂલ ચેન્જ કરવું, શીપ પર માલ સામાન ચઢાવવો, શીપની દિશા નક્કી કરવી, સામેથી આવતા વાહણોથી પોતાના શીફ્ટને વળાંક આપવો વગેરે જેવા કાર્યો આ સી મેનના શીરે હોય છે.શીપ પર કામ કરવા માટે સ્પેશિયલ કેટાલ અભ્યાસ ક્રમ આવે છે, જે તમે ઘોરણ 12 પછી કોલેજ પછી ડિપ્લોમાં પણ કરી શકો છો, જેના માધ્યમથી તમને શીપમાં નોકરી કરવાની તક મળે છે.