- નાટો એક સંગઠન છે જેમાં ઘણા દેશો જોડાયેલા છે
- તેનો હતું યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાનો ૉ
છેલ્લા 15 દિવસથી યુક્રેન અને રશિયાની વચ્ચેના યુદ્ધ ચતાલી રહ્યું છે લીધે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.જેને આપણે નાટો તરી કે ઓળખીએ છીએ. બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્ય સાથે તેની રચના કરાઈ હતી
નાટોનું નેતૃત્વ અત્યાર સુધી અમેરિકા કરી રહ્યું છે. આજે પણ યુદ્ધ બાદ નાટોનું અસ્તિત્વ ટકેલું છે. તેની ભૂમિકાઓમાં બદલાવ જરૂર આવ્યો છે. પરંતુ યુક્રેનની સ્થિતિએ કેટલાક એવા સવાલો ઉભા કર્યા છે જેથી નાટો ફરી ચર્ચામાં આવ્યું છે. યુક્રેને નાટોમાંથી બહાર થવાની વાત કરી દરેકના મનમાં પશ્ન સર્જ્યો છે કે નાટો શું છે.
શું છે નાટો-
વાત કરીએ નાટોની તો સૌ પ્રથમ તેનું પુરુ નામ જાણીએ તેનું આખું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. આ યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય તથા રાજકીય ગઠબંધન છે.નાટોની સ્થાપના ૪ એપ્રિલ ૧૯૪૯ ના રોજ થઈ હતી. તેનું હેડ ક્વાર્ટર બેલ્જિયમના બ્રસેલ્સમાં છે.
નાટોની સ્થાપના ક્યારે થઈ?
જો તેની સ્થાપુનાની વાત કરવામાં આવે તો NATOની સ્થાપના સમયે અમેરિકા સહિત ૧૨ દેશ તેના સભ્યો તેમાં જોડાયા હતા. જ્યારે હાલના સમયે નાટોમાં 30 સભ્યો દેશો જોવા મળે છે, જેમાં ૨૮ યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશ છે.
નાટોમાં કુલ 30 દેશો સભ્ય છે
હાલની વાત કરીએ તો નાટોમાં કુલ ૩૦ દેશોનો સમાવેશ છે. જેમાં, અમેરિકા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઈસલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ તુર્કી, ગ્રીસ, જર્મની, સ્પેન, પોલેન્ડ, પોલેન્ડ, ચેક ગણરાજ્ય બલ્ગેરિયા, લેટિવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયા રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, અલ્બાનિયા ક્રોએશિયા, મોન્ટેગ્રો, ઉત્તર મેસેડોનિયા છે.
નાટો એક સંગઠન છે જેની સૌથી મોટી જવાબદારી નાટો દેશો અને તેની આઝાદીની રક્ષા કરવાની છે. નાટોની કલમ-5પ્રમાણે, તેના કોઈપણ સભ્ય દેશ પર હુમલાને નાટોના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે. તેમ આલેખવાયું છે વર્ષ ૧૯૫૨ માં નાટો સાથે જોડાયેલ તુર્કી તેનો એકમાત્ર મુસ્લિમ સભ્ય દેશ બન્યો છે.